તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન:1 લાખ ખેડૂતો પાસેથી ચણાનો 1.36 લાખ મેટ્રિક ટન જથ્થો ખરીદાશે, ચણાની ખરીદી કરવા કેન્દ્રનો ગુજકોમાસોલને આદેશ

વઢવાણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં ચણાની ખરીદીબંધ થતા સાંસદે કેન્દ્રીય કૃષીમંત્રીને પત્ર પાઠવ્યો હતો. ત્યારે કેન્દ્ર તા.30 મેથી ખરીદી શરૂ કરવા ગુજકોમાસોલને આદેશ કર્યો છે. જેમાં ખેડૂતો માટે મહતમ 540 કિગ્રા જથ્થો ખરીદવાના નિયમથી મુંજવણ ઉભી થઇ છે.

સુરેન્દ્રનગર લોકસભાની સાત વિધાનસભા સીટ પર ચણાનું વાવેતર વ્યાપક થવા છતા પોષણક્ષમ ભાવ મળતા ન હતા. જેમાં વઢવાણ, મૂળી, પાટડી, વિરમગામ, ધંધુકા વગેરે તાલુકામાં ચણાનું વાવેતર કરનાર એકલાખ ખેડૂતો મુશ્કેલીમાં હતા. જ્યારે ટેકાના ભાવે ખરીદી કરતા કેન્દ્રો પર ચણાની ખરીદી બંધ કરાતા કેન્દ્રો પર ચણાની ખરીદી બંધ કરાતા જેસીંગભાઇ ચાવડા, વજુભા રાઠોડ, દિલિપભાઇ પટેલ વગેરે સાંસદ ડો.મહેન્દ્ર મુંઝપરાને રજૂઆત કરી હતી. આથી સાંસદે કેન્દ્રીય કૃક્ષીમંત્રીને પત્ર પાઠવી ખરીદી શરૂ કરવા માંગ કરી હતી. ત્યારે કેન્દ્ર દ્વારા તા.30-5-20ની અસરથી ખરીદી શરૂ કરવા ગુજકોમાસોલને કૃષિ અને કલ્યાણ સચિવે આદેશ કર્યા છે. જેમાં સરકાર દ્વારા ચણાની ખરીદી માટે 1.36 લાખ મેટ્રીક ટન જથ્થાની મંજુરી અપાઇ છે. હાલ 45,398 ખેડૂતો પાસે ખરીદી થઇ છે. જ્યારે એક લાખ ખેડૂતો સમાવવાના બાકી છે. આથી રજીસ્ટ્રેશન કરાવેલ બાકી રહેલા ખેડૂતો પાસેથી તા.30-5-20થી ટેકાના ભાવે ચણા ખરીદવાની મંજૂરી અપાઈ છે.

ગુજકોમાસોલના ડાયરેક્ટર જેસિંગભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતોની રજૂઆતો સાંભળી છે આ ખરીદીના નિર્ણયથી બજારમાં તેજી આવશે એટલે ખેડૂતોને એક મણે રૂ.800 મળશે. જ્યારે જુની 2500 ને બદલે નવી 540 કિગ્રાની મર્યાદાથી ખેડૂતોને અન્યાય થાય તેમ છે. ખેડૂતોને ન્યાય મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરાશે.

અન્ય સમાચારો પણ છે...