ભાસ્કર ઈમ્પેક્ટ:શૌચાલયમાં પાણીની મોટર નાખવાનું કામ શરૂ કરાયું

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મ્યુનિસિપલ હાઇસ્કુલમાં શૌચાલયમાં પાણીની સુવિધા માટે પાણીની મોટર નાંખવાનું કામ પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં મુહુર્ત કરાયું હતું. - Divya Bhaskar
મ્યુનિસિપલ હાઇસ્કુલમાં શૌચાલયમાં પાણીની સુવિધા માટે પાણીની મોટર નાંખવાનું કામ પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં મુહુર્ત કરાયું હતું.
  • થાન મ્યુનિ. હાઇસ્કૂલના શૌચાલયમાં પાણી આવતું ન હતું

થાનગઢ મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં 1200 જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ આ શાળાના શૌચાલયમાં પાણીની વ્યવસ્થાના અભાવ હતો. આ અંગે રજૂઆત કરાતા પાલિકાએ પાણીની મોટર નાંખવાના કામ હાથ ધર્યું હતું. થાનગઢમાં આવેલી મ્યુનિપલ હાઇસ્કૂલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આશીર્વાદરૂપ છે. નગરપાલિકા સંચાલિત આ શાળામાં આશરે 600 વિદ્યાર્થી અને 600 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. દીકરીઓ માટે માધ્યમિક સ્કૂલ બનાવેલ હતી પરંતુ 2 થી 3 વાર રિનોવેશન આવતા ગર્લ્સ સ્કૂલ બોય્ઝ સ્કૂલમાં શિફ્ટ કરાઇ છે.

જ્યાં દીકરી માટે અલગ શૌચાલય ન હોવાથી રજૂઆત કરી અલગ શૌચાલય બનાવાયું છે. પરંતુ આ શૌચાલયમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને પરેશાની થઇ રહી હતી. જેની શિક્ષણ સમિતિ ચેરમેનને રજૂઆત છતા પરિણામ શૂન્ય રહ્યું છે. આથી આ અંગે પ્રિન્સિપાલ પી.એમ.ઝાલાએ જણાવ્યું કે આ સમસ્યા અંગે નગર પાલિકામાં રજૂઆત કરી હતી. આથી પાલિકા દ્વારા નવી પાણીની મોટર નાંખવાનું કામનું મુહુર્ત કરાયું હતું. આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડિયાએ જણાવ્યું વિદ્યાર્થીઓની પરેશાની અંગે રજૂઆતને ધ્યાને લઇ નવી મોટર નાખવાનું કામ હાથ ધરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...