તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:થાન-તરણેતર રોડમાં ટેન્ડર મુજબના ઓર્ડર વગર કામ કરાયુ છે: કોંગ્રેસ

થાન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરાઈ
  • તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવા માંગ કરાઇ

થાન-તરણેતર રોડ સીસી રોડ બનાવવાના કામમાં વર્કઓર્ડર ટેન્ડર મુંજબના ઓર્ડર વગર કામ કરાયાના આક્ષેપ સાથે થાનશહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.જેમાં રોડના કામની ગેરરિતીની તપાસ કરાવી કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવા માંગ કરી હતી. થાન શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ મંગળુભાઇ ભગતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબમુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ સહિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યા મુંજબ થાન-તરણેતર રોડ બાયપાસ રોડ 6 કરોડના ખર્ચે બનાવવામાટે સરકારે ટેન્ડર મંજુર કર્યુ છે. છેલ્લા ત્રણ માસથી સીસીરોડની કામગીરી બાબતે કોન્ટ્રાક્ટરે રોડનું ખોદકામ કરી વાહનોને પસાર થવા સર્વીસ રોડની વ્યવસ્થા કરીનથી. જ્યારે ત્રણ ચાર ફુટનો રોડ ખોદી લોકોને વાહનવ્યવહારને અવરોધ અડચણ થાય તે પ્રકારનું કામ છેલ્લા ત્રણ માસથી ધીમી ગતીએ થતા લોકો હાલાકી વેઠી રહ્યા છે.જ્યારે સીસીરોડની કામગીરીમાં વિસ્તારની ઓપન ગટરો,ભુગર્ભ ગટરો અને ખાનગી ખાળ-કુવા તેમજ ટેલીફોનકેબલોને નુકશાન થયુ છે.

જ્યારે બિસ્માર રસ્તામાં ગંદાપાણી ભરાતા ગંદકીનુંસામ્રાજ્ય ફેલાતા બીમારીઓનો લોકોને ભય રહે છે.જ્યારે કોન્ટ્રાક્ટર તરફથી ચાલતી ગેરરિતીઓની કરી વર્કઓર્ડર અને ટેન્ડર મુંજબના ઓર્ડર વગરકામ કરવામાં આવયુ છે.આથી તપાસ કરાવી કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવા માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...