કાર્યક્રમ:વેપારી આગેવાનો રાહ જોતા રહ્યા ઇનચાર્જ અન્ય રસ્તે નીકળી ગયા

થાન12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાનમાં વિધાનસભા ઇનચાર્જનો ચૂંટણી તૈયારીનો માર્ગદર્શન કાર્યક્રમ

થાનગઢમાં વિધાન સભાના ઇનચાર્જની હાજરીમાં બેઠક યોજાઇ હતી.જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે માર્ગદર્શન સુચનો કરાયા હતા.જ્યારે થાન ભાજપના જુથે વેપારી આગેવાનોને આગળ રસ્તામાં ધીમી ગતીએ ઓવરબ્રીજ પ્રશ્ને રજૂઆત કરવા ઉભુ હતુ. ત્યારે વિધાનસભા ઇનચાર્જ અન્ય રસ્તેથી નિકળી ગયા હતા.

થાન તાલુકાના વિધાન સભાના ઇન્ચાર્જ આર.સી.મકવાણા રાજ્યકક્ષાના સામાજિક અને ન્યાય અધિકારિતા પ્રધાન થાનગઢ શહેરની મુલાકાતે આવ્યા હતા. અને થાન શહેરમાં નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોની થાનગઢ વાસંગી દાદાના મંદિરે પાઠશાળા લીધી હતી.જેમાં નગરપાલિકાના પ્રમુખ લીનાબેન ડોડીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ ભગત, જીલ્લા યુવા ભાજપ મહામંત્રી પ્રતાપભાઈ ખાચર, મહામંત્રી ભુપતભાઈ શાહ,નગર પાલિકા ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતર, નગર પાલિકા સદસ્ય લક્ષ્મણભાઈ અલગોતર અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

જેમાં આવતા દિવસોની અંદર ધારાસભાની ચૂંટણી માટે કેવી રીતે તૈયારી કરવી તે માર્ગદર્શન આપ્યું હતું.આ સમયે થાનમાં વિકાસ માટે ઓવર બ્રીજ મુલાકાત લીધી હતી.આ સમયે થાનગઢ નગરના ભાજપનું સંગઠન અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનું અંદરી અંદરનો રાજકારણ વિવાદ બહાર આવ્યું હતું.

છેલ્લા પાંચ વર્ષ સમયથી ગોકળ ગતિએ ચાલતુ ઓવરબ્રિજની જોગ આશ્રમ પાસે એક ભાજપનો એક વર્ગ ત્યાં લઈ જવા માગતો હતો.અને ત્યાં વિસ્તારના અનેક લોકો ભેગા થયા હતા. કુલ ઓવરબ્રિજ લંબાઈ માટે વિરોધ કરવાની તૈયારીમાં હતા આગળ જતી પોલીસની ગાડી વિરુદ્ધમાં મંત્રીની ગાડી વાળતા જ પોલીસ પણ હડકતમાં આવી ગઈ હતી. યોગાશ્રમના વિસ્તારમાં મંત્રીને વિરોધની ગંધ આવી જતા પાછા વળી ગયા હતા આ સમયે આ વિસ્તારના અનેક લોકો આક્રોશમાં ઉભા રહી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...