નિર્ણય:થાનમાં પાન અને માવાના કાળાબજાર કરતા વેપારીઓ સામે કાર્યવાહી થશે

થાન3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કચેરીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય

થાનમાં પાન માવાના અમુક હોલસેલ વેપારીઓ દ્વારા કાળા બજાર કરી વધુ રૂપિયા પડાવવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠતા પાલિકા કચેરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને પાન માવા, સીગારેટ સહીતની તમાકુની વસ્તુઓના વધુ રૂપિયા લેતા કોઇ વેપારી ઝડપાશે તો ફોજદારી કેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

શોપ એક્ટ લાયસન્સ પણ રદ કરવાની ચીમકી અપાઈ
થાન શહેરમાં આવેલી પાન માવાની અમુક હોલસેલની દુકાનો પરથી તૈયાર માવા, બીડી, સીગારેટ સહીતના બમણા અને તેથી પણ વધુ ભાવ લેવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠી રહી હતી. આથી પાલિકા પ્રમુખ વિજયભાઇ ભગત, ઉપપ્રમુખ લીનાબેન શાહ, મામલતદાર ડી.બી.પટેલ સહીતનાઓની એક બેઠક પાલિકા સભાખંડમાં યોજાઇ હતી. વેપારીઓ માટે તમામ વસ્તુઓના નક્કી કરાયેલા ભાવે વેચવા સુચના આપવામાં આવી હતી. તેમજ જે વેપારી વધુ ભાવ લેતા ઝડપાશે તેની સામે ફોજદારી કેસ કરવાની તેમજ રોકડ દંડ કરવાની અને જરૂર પડ્યે શોપ એક્ટ લાયસન્સ પણ રદ કરવાની ચીમકી અપાઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...