તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:થાન પીપળાના ચોકમાંથી માર્કેટ ખસેડવા મામલે તંત્ર ને વેપારીઓ આમનેસામને

થાનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપળાના ચોકમાં રાબેતા મુબજ શાકમાર્કેટ ચાલુ રહી હતી. - Divya Bhaskar
પીપળાના ચોકમાં રાબેતા મુબજ શાકમાર્કેટ ચાલુ રહી હતી.
  • તંત્રના આલા અધિકારીઓ મુકપ્રેક્ષક બની જોઇ રહ્યા
  • શાકભાજીના વેપારીઓએ ભગતસિંહ માર્કેટમાં બેસવાનો નનૈયો

થાન પીપળાના ચોકમાંથી શાકભાજી વેચતા વેપારીઓને ભગતસિંહ માર્કેટમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ગુરૂવારે સવારે વેપારીઓને સમજાવવા જતાં તંત્રના અધિકારીઓ, આગેવાનો અને વેપારીઓ સામસામે આવી ગયા હતા. અને વેપારીઓએ ભગતસિંહ માર્કેટમાં બેસવાનો ઇનકાર કરી દેતા ફરી વાર કોકડું ગૂચવાયું છે.

બેસવાનો સાફ ઇન્કાર કરી દેતા વેપારીઓન અને તંત્ર આમને સામને આવી ગયું હતું.
થાન પાલિકાના આગેવાનો, તંત્રના અધિકારીઓ અને શાકભાજી વેપારી એસોસિએશનના આગેવાનોની બુધવારે બેઠક યોજાઇ હતી. અને ગુરૂવારથી પીપળાના ચોકમાં શાકભાજી વેચતા વેપારીઓને પાલિકા હસતકની ભગતસિંહ માર્કેટમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ગુરૂવારે પણ પીપળાના ચોકમાં શાકભાજી માર્કેટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. આથી મામલતદાર બી.બી.પટેલ, પીએસઆઇ ચાવડા, સ્થાનિક આગેવાનો સહીતનાઓ વેપારીઓને ભગતસિંહ માર્કેટમાં ખસેડવા માટે ગયા હતા પરંતુ શાકભાજીના વેપારીઓએ ભગતસિંહ માર્કેટમાં તેમને પુરતી ઘરાકી ન મળતા રોજીરોટી બંધ થઇ જવાનું જણાવી ત્યાં બેસવાનો સાફ ઇન્કાર કરી દેતા વેપારીઓન અને તંત્ર આમને સામને આવી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...