તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:થાનમાં સવારે 9થી 11 સુધીના 2 કલાકમાં જ રસી ખૂટી પડી

થાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
થાનગઢ રસીકરણ કેન્દ્ર પર રસી ખૂટતા લોકોને ધક્કો પડ્યો હતો. - Divya Bhaskar
થાનગઢ રસીકરણ કેન્દ્ર પર રસી ખૂટતા લોકોને ધક્કો પડ્યો હતો.
  • મંગળવારે 150એ નોંધણી કરાવી હતી, ડોઝ 70 મળ્યા
  • રોજનો 200નો ક્વોટા છતાં ડોઝ પૂરતા મળતા નથી: તંત્ર

થાનગઢમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોએ બુધવારે રજીસ્ટ્રેશન કરાવી રસી લેવા પહોંચ્યા હતા. પરંતુ રસી નો સ્ટોક ન હોવાથી લોકોને રસી લીધા વગર પરત ફરવુ પડતા રોષની લાગણી ફેલાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે. ત્યારે લોકો વધુમાં વધુ કોરોનાથી રક્ષણ આપતી રસી લે માટે આરોગ્ય વિભાગ પ્રયાસ કરી રહ્યા છે.

પરંતુ થાનગઢમાં લોકોને રસી લેવામાં રસ પરંતુ રસી ખુટી જતા વીલામોએ પરત ફરવાનો વારો આવી રહ્યો છે. આ અંગે રાજુભાઇ ગોસાઇ, મંગળુ ભગતે જણાવ્યુ કે થાનગઢ આરોગ્ય કેન્દ્રના રસીકરણ કેન્દ્રપર અમો સવારના 9 વાગ્યાના આવીને ઉભા રહી ગયા હતા.

11 વાગ્યા સુધીમાં રસીના ડોઝ ખુટી જતા રસીકરણની કામગીરી બંધ કરાઇ હતી. જ્યારે દવાખાનામાં પુછતા રસીના ડોઝ પુરા થઇ ગયા હોવાનુ જણાવી બપોર પછી આવશે તો આપીશુનુ જણાવ્યુ હતુ. મંગળવારે 150થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન સામે 70 જ ડોઝ આવતા બાકીના લોકોને રસી વગર ધરમધક્કો થતા રોષની લાગણી ફેલાઇ હતી.

આ અંગે અર્બન ઓફિસર મનીષભાઇ પરમારે જણાવ્યુ કે રસીનો ક્વોટા દરરોજનો 200 છે અમને ઉપરથી રેગ્યુલર મળતી નથી ડોઝ હતો એટલી રસી પુરી થઇ ગઇ છે.આમ રસી લેવા ઉત્સુક લોકોને પરત ફરવુ પડી રહ્યુ તો થાન 300થી વધુ સીરામીક ફેક્ટરીઓ અને શહેરના અનેક લોકો રસી લેવા રાહ જોઇ રહ્યા છે. માટે આરોગ્ય તંત્ર યોગ્ય પ્રમાણમાં રસીનો સ્ટોક ફાળવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...