તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કોર્ટના આદેશ છતાં વળતર નહીં ચૂકવતું થાનનું વીજતંત્ર, રખાનેદારે વર્ષ 2010માં કેસ કર્યો હતો

થાનગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાનમાં બરફના કરખાનેદારેને વીજચોરી બદલ દંડ ફટકાર્યો હતો. પરંતુ બાદમાં મીટર લેબમાં ચોરી થઇ હોવાનું ન ખૂલતાં કારખાનેદારે કોર્ટમાં કેસ કરતાં કોર્ટે વળતર ચૂકાવવાનો આદેશ કર્યો હતો. થાનમાં બરફનું કારખાનું ધરાવતા હીરેનભાઇ જયસ્વાલ અને ચેતનભાઇ જયસ્વાલને ત્યાં વર્ષ 2010 માં વીજતંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને વીજચોરી બદલ રૂપિયા 47,650 નો દંડ કરવામાં આવ્યો હતો જે દંડ કારખાનાના માલિકા દ્વારા ભરી દેવામાં આવ્યો હતો. અને વીજતંત્ર દ્વારા ખોટી રીતે દંડ ફટકારવામાં આવ્યો હોવાની રાવ સાથે કારખાનેદારે કોર્ટનો આશરો લીધો હતો. આથી વીજમીટરનું લેબમાં પરિક્ષણ કરવામાં આવ્યું હતું અને કારખાનેદાર દ્વારા વીજચોરી ન કરવામાં આવી હોવાનું બહાર આવતા થાન કોર્ટે કારખાનાના માલિકને તેણે ભરેલી દંડની રકમ વાર્ષિક 24 ટકા વ્યાજ સાથે તેમજ માનસીક ત્રાસના વળતર પેટે રૂપિયા 10 હજાર ચૂકવવા ફેબ્રુઆરી માસમાં આદેશ કર્યો હતો તેમ છતાં થાન વીજતંત્ર દ્વારા આજ દિવસ સુધી એક રૂપિયો પણ ચૂકવવામાં આવ્યો નથી. 

અન્ય સમાચારો પણ છે...