તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:થાનમાં ઓવરબ્રિજની લંબાઇના મામલે ગાંધીનગરથી ટીમ આવી

થાન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની CMની સૂચના
  • GMDCના એન્જિનિયર અને ટેક્નિકલ ટીમે તપાસ કરી

થાનમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રીજની લંબાઇ ઘટાડવાનો મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે. સ્થાનિકોને પડતી હાલાકીને લઇને પાલિકાના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા જીએમડીસીના ચીફ એન્જીનીયર સહીતની ટીમેન રૂબરૂ સ્થળ તપાસ કરવા મોકલી અને યોગ્ય નિર્ણય કરવા સુચના આપી હતી. થાન શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા રૂપિયા 40 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ ઓવરબ્રીજની લંબાઇ ઘટાડવા મામલે સ્થાનિકોએ તંત્રમાં અનેક રજૂઆતો કરી હતી. ઓવરબ્રીજની વધુ લંબાઇના કારણે આસપાસની સોસાયટીના અંદાજે 2500 થી 3000 લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

આથી પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા સહીતના સ્થાનિક આગેવાનોએ આ અંગે ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરતા મુખ્યમંત્રીએ જીએમડીસીના ચીફ એન્જીનીયર હીમંદર વ્યાસ સહીતની ટીમને રૂબરૂ તપાસ કરવા મોકલી હતી. અને સ્થાનિકોના હીતમાં યોગ્ય નિર્ણય લઇ ઝડપથી કાર્યવાહી કરવા સુચના પણ આપવામાં આવી હતી. આ મામલ થાન પાલિકાના રાજકારણમાં નવાજુનીના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો