વાહન ચાલકો પરેશાન:થાનના સૂર્યા ચોકથી ધોળેશ્વર ફાટક સુધીનો રોડ3 મહિનામાં તોડી નખાયો

થાનએક દિવસ પહેલા
  • કૉપી લિંક

થાનગઢના સુર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધીનો રોડ આશરે 50કરોડથી વધુના ખર્ચે બનાવાયો હતો.જે બન્યના ત્રણ મહિનામાં ગેસની લાઇન નાંખવા માટે ખોદી નંખાતા વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે.અહીં અનેક વાહન અવર જવર કરતા હોવાથી અકસ્માતનો ભય છે.

સૂર્યચોક થી ધોળેશ્વર મહાદેવ ફાટક સુધી આશરે ત્રણ કિલોમીટર 50 કરોડથી વધુના ખર્ચે બનાવાયો હતો.આ રોડ ઉપર સિરામિકના 200થી વધુ ભારે વાહન દરરોજ પસાર થાય છે.થાનગઢની બજારની મેન ફાટક બંધ હોવાથી આ ફાટક ઉપર ટ્રાફિક વધારે રહે છે.ત્યારે સૂર્ય ચોકથી ગેસની પાઇપલાઇન કંપની દ્વારાનવો બનાવેલો રોડ તોડવાનું ચાલુ કર્યુ છે.આમ સીસી રોડ ઉપર જે ત્રણ મહિના પહેલા બનાવવામાં આવે ઈ રોડ તોડવાનું ચાલુ કરેાયુ છે.

આથી રસ્તાપર ઠેરઠેર નાના મોટા ખાડાઓ કરીનંખાતા રોડ બિસ્માર ભાસી રહ્યો છે.જ્યારે અધિકારીઓ પણ સ્થળ પર હાજર હોતા નથી કે આડસ મુકાતી નથી. આ રોડ તરણેતર આસપાસના છ થી સાત ગામડાની આવન જાવન થાય છે.આથી અકસ્માતનો ભય હે છે.આ અંગે જીએસપીસી ગેસના કર્મચારી મુકેશ બલદાણીયા જણાવ્યુ કે કે જે કે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ રોડને કાંઈ પણ ડેમેજ થશે તો કમ્પલેટ સારી ગુણવત્તામાં રીપેર કરી દેવામાં આવશે. અમે આના માટે સ્ટેટ હાઇવે સાથે વાતચીત કરેલ છેફ આથી પૂરેપૂરો રોડ અમારે તોડવાનો થતો નથી અત્યારે અમે રોડ છૂટે નહિ એટલા માટે મોટું મશીન મંગાવી રોડ માં એક જગ્યાએ જ ખાડો કરી અંડરગ્રાઉન્ડ લાઈન મશીનથી પ્રોસેસ કરીએ છીએ આથી રોડને નુકસાન પહોંચે નહીં અને જ્યાં અમે ખાડો કરશો રોડ કમ્પલેટ કરીને આપીશુ.

અન્ય સમાચારો પણ છે...