થાનગઢમાં ફાટક રોડે 5 વર્ષથી ઓવરબ્રિજનું કામ ગોકળગાય ગતીએ ચાલતુ હોવાથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ફાટક 24 કલાકમાં 48થી વધુ ટ્રેન પસાર થતા વારંવાર ફાટક વખત બંધ રહેતુ હોવાથી લોકોના 12 કલાકનો સમય વેડફાય છે. આથી પાંચાળ સિરામિક એસોસિયેશને પાલિકા પ્રમુખને વૈકલ્પિક રસ્તો તરણેતર મેળા પહેલા શરૂ કરવા રજૂઆત કરી છે.
થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતુ હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અહીં ઓવરબ્રિજનું કામ 14 ઓગસ્ટ 2018માં ખાતમુહુર્ત કરી ચાલુ કરાયું હતું.જેને 18 માસની ડેડલાઇનમાં પૂર્ણ કરવાની વાત હતી. પરંતુ 5 વર્ષ જેટલો સમય થતા ગોકળ ગાય ગતીએ ચાલતા કામથી લોકો પરેશાન થઇ ગયા છે.જેમાં આ ફાટકેથી દરરોજ 24 કલાકમાં 48થી વધુ ટ્રેન પસાર થતી હોવાથી એક ટ્રેનને પસાર થવા માટે લોકોને 15 મિનિટથી વધુ સમય સુધી રાહ જોવી પડતા ટ્રાફિકજામના દ્રશ્યો સાથે લોકોનો 12 કલાક જેટલો સમય અને વાહનના ઇંધણનો બગાડ થાય છે.
આ અંગે પાંચાળ સિરામિક એસોસિયેશનના સુરેશભાઇ સોમપુરા, કિર્તિભાઇ મારુ સહિત લોકોએ પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયાને રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુજબ ફાટક પરથી 8થી 10 ગામોને જોડતો અને હળવદ, ધ્રાંગધ્રા, સરા રોડ છે. અહીં આસપાસ 10થી વધુ સોસાયટી અને 100થી વધુ કારખાનાના વાહનો અવરજવર કરતા વાહનોનો જમાવડો રહે છે. આથી ધોળેશ્વર રેલવે ક્રોસિંગથી પરમાર સિરામિક દિવાસ પાસે કામચલાઉ રસ્તો બનાવી એ રસ્તો સીએચસીની દીવાલ અને બસ સ્ટેન્ડવાળા પુલ નીચે નીકળે તેવું આયોજન કરવા માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.