થાનગઢમાં 5 કરોડના ખર્ચે ગુરુગેબીનાથના મંદિરનું નવનિર્માણ કરાયું છે. જેમાં બીજા દિવસે સ્થાપિત પૂજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ, સંતવાણી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં થાન સહિત ગુજરાતભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે પૂજાસ્થાપન, પ્રાણપ્રતિષ્ઠા સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરાશે.
થાનગઢમાં અનેક લોકોના આસ્થા સ્થાન અને પવિત્ર સ્થળ એવું ગુરુ ગેબીનાથ જે પંચાળ ભૂમિના પુરાણોકત માનુ એક પરમ પૂજ્ય ગુરુ ગેબીનાથ તથા મેપાબાપુને જાદરાભાપુ આ પવિત્ર સ્થળનનું 5 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બુધવારના રોજથી શરૂઆત કરાયો હતો. જેના બીજા દિવસે ગુરુવારે સ્થાપિતપૂજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ યોજાઇ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ‘દેને કો ટુકડા ભલા લેનેકો હરીનામ’ પરંપરા આજે પણ અકબંધ અહીં આવવાનો બીજીવાર મોકો મળ્યો અહીં અનેરો આનંદ અનુભવ થાય છે. સરપંચ તરીકે પ્રખ્યાત આલકુભગત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ જાય ત્યાં સુધી ગુરુગેબીનાથની જગ્યામાં રહેવાનો અટલ સંકલ્પ લીધો હતો.જે ખરેખર ગુરુગેબીનાથની કૃપા છે.
રાત્રે સંતવાણીમાં રામદાસ ગોંડલીયા, પરસોતમ પરી, શૈલેષ મહારાજ, ગોવિંદભા પાલીયા ભજનો અને સંતવાણી યોજાઇ હતી.આ પ્રસંગે ધર્મસભાનું આયોજન કરાતા જૂનાગઢથી ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, દાનબાપુની જગ્યાના મહંત વલ્કુબાપુ, આપાગીગાની જગ્યાના મહંત વિજયબાપુ, સણોસરાના નીરૂબાપુ, બોટાદજી આત્માનંદ સરસ્વતીજી ગુજરાત ભરમાંથી 150થી વધુ સંત-મહંતોની ઉપસ્થિતિમાં નેશનલ એવોર્ડ શિક્ષક પ્રવિણભાઇ ખાચર, ઇતિહાસ વૈદિક સાહિત્ય સંશોધક અને લેખક ભનુભાઇ ખવડ સભાને સંબોધન કર્યું હતું.
જ્યારે શુક્રવારે પ્રાત:પૂજન સ્થાપન, દેવતાહોમ, મંદિરવાસ્તુ પૂજન, દેવપ્રબોધ કાર્યક્રમ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.આ પ્રસંગે ભુદેવ જગદીશભાઇ ગોર તથા બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ગેબીનાથની જગ્યા ગુંજી ઉઠ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.