ખાતમૂહુર્ત:થાનની જર્જરિત હાઇસ્કૂલનું રૂ.75 લાખના ખર્ચે રિનોવેશન કરાશે

થાન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
થાન ગર્લ્સ હાઇસ્કૂલના રિનોવેશનના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
થાન ગર્લ્સ હાઇસ્કૂલના રિનોવેશનના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
  • લાયન્સ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી ખાતમૂહુર્ત કરાયું

થાનગઢમાં આવેલી એક માત્ર ગર્લ્સ હાઇસ્કૂલ સંભાળના અભાવે જર્જરિત બની ગઇ હતી. આથી અભ્યાસ કરતી 700થી વધુ દીકરીને હાલાકીનો સામનો કરવો પડતો હતો. આથી લાયન્સ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી રિનોવેશનના કામનું ખાતમૂહુર્ત કરાયું હતું.

થાનગઢમાં લાયન્સ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વર્ષો પહેલાં નિર્મિત કરવામાં આવેલ શહેરની એકમાત્ર ગર્લ્સ હાઈસ્કૂલ સમય જતાં જર્જરિત થઇ હતી. અને ભૂકંપમાં વધુ નુકસાન થતાં ત્યાં અભ્યાસ કાર્ય થાય તેમ ના હોવાથી અભ્યાસ માટે આવતી 700 દીકરીની અત્યારે પાસેના હાઈસ્કૂલના મકાનમાં બેસવાની વ્યવસ્થા કરી હતી. આ જર્જરિત ગર્લ્સ હાઈસ્કૂલનું રિનોવેશન કરવું હોય તો 75 લાખ રૂપિયા એકઠાં કરવા પડે તેમ હતા.

આથી લાયન્સ કલબ ટ્રસ્ટ થાનગઢના સુરેશભાઇ સોમપુરાના પ્રયત્નથી લાયન્સ કલબ ઇન્ટરનેશનલના અશોકભાઇ મહેતાની ભલામણથી લાયન્સ કલબ ઇન્ટરનેશનલ તરફથી રૂપિયા 50 લાખ અને સી. યુ. શાહ પરિવાર તરફથી રૂપિયા 25 લાખના દાનની સંમતિ મળી ગઇ હતી. આથી સુરેશભાઇ સોમપુરા, નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડિયા, લાયન્સ કલબ પ્રમુખ પ્રવીણભાઇ પુજારા, પ્રકાશભાઇ લખતરીયાના વરદ્દ હસ્તે શુભ પૂજા કરવામાં આવી તેમજ નીતિનભાઇ શાહ, પ્રભુદાસ પ્રજાપતિના વરદ્દ હસ્તે રિનોવેશનના કામની શુભ શરૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...