તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુંટ:અભેપરના દૂધમંડળીના મંત્રીને લૂંટી લેવાયાનો ગુનો

થાન18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શખ્સે મારી નાખવાની ધમકી આપી
 • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિત રોકડા 48 હજાર તથા દસ્તાવેજો લુંટ કરાઈ

થાનગઢના અભેપર ગામના દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી વજાભાઇ અમરશીભાઇ ઝેજરીયા ગ્રાહકોને આપવાના રૂપીયા બેંકમાંથી ઉપાડી જતા હતા. તે દરમિયાન અભેપર ગામની સીમમાં જગો મકવાણા ઉર્ફે જગો ડોન એક અજાણ્યો શખ્સ બાઇક પર બુકાની બાંધી આવી વજાભાઇના થેલા પર છરીનો ઘા કરતા થેલો તુટી ગયો હતો. જ્યારે જગાએ વજાભાઇએ છરી બતાવી થેલો ઝુંટવી લઇજાનથી મારીનાંખવાની ધમકી આપી બાઇક પર નાસી છૂટ્યા હતા.

આ બનાવમાં થેલામાં રહેલા આધારકાર્ડ,ચુંટણીકાર્ડ, બાઇક આરસી બુક, રોકડા 48 હજાર તથા દસ્તાવેજોની લુંટ ચલાવ્યાની વજાભાઇ ઝેજરીયાએ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે, આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગયો હતો.ઉપરાંત પોલીસે શખ્સને પકડી પાડવા અંગે તપાસ હાથ ધરી છે. જો કે, મંત્રી વજાભાઈ ગ્રાહકોને આપવાના રૂપીયા બેંકમાંથી ઉપાડી જતા હતા, ત્યારે શખ્સે છરીનો ઘા કરતા થેલો ઝુંટવી લીધો હતો. તેમજ જાનથી મારવાની ધમકી પણ શખ્સે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો