તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પકડાયેલા આચાર્યે ઓળખ છુપાવવા FIRમાં આસિસ્ટન્ટનું નામ લખાવ્યું

થાન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
જુગાર રમતા 10 શખસમાં શાળાનં.6નો આચાર્ય પણ પકડાયો હતો. - Divya Bhaskar
જુગાર રમતા 10 શખસમાં શાળાનં.6નો આચાર્ય પણ પકડાયો હતો.
  • થાનગઢ રેલવે સ્ટેશન વિસ્તારમાં જુગારના દરોડાના બનાવમાં
  • હું જુગાર રમવામાં ન હતો, મારું નામ ખોટું લખાયું છે: હરેશ ડાભી

થાનગઢ પોલીસને રેલવે સ્ટેશન વિસ્તારમાં જુગાર અંગે પોલીસે દરોડો કરી જુગાર રમતા 10ને ઝબ્બે કર્યા હતા. જેમાંથી એક શિક્ષક હતો. પરંતુ તેણે પોતાનું નામ ન લખાવી અન્ય વ્યક્તિનું નામ લખાવી દેતા હરેશભાઇએ પીઆઇને રજૂઆત કરી તે શિક્ષકનું સાચુ નામ એફઆઇઆરમાં નોંધવા માગ કરી હતી.

3 જુલાઇ શનિવારે થાન રેલવે સ્ટેશન રોડ પર નવા બનતા સાર્દુલભાઇ મેરૂભાઇ પરમારના ઘરે દરોડામાં જુગાર રમતા 10 શખસને રૂ.5,61,380ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં એક થાન સરકારી શાળા નંબર 6ના આચાર્ય પકડાયા હતા. પરંતુ તેમણે પોતાનું સાચુ નામ નાનજીભાઇ અમરાભાઇ દલવાડી ન લખાવતા હરેશભાઇ અમરાભાઇ કણઝરિયાનું નામ લખાવી દીધું હતું.

આ અંગેના અહેવાલો પ્રકાશિત થતા આથી શાળા નંબર 6ના આચાર્યના અસિસ્ટન્ટ હરેશભાઇ લક્ષ્મણભાઇ ડાભીએ પીઆઇને આ અંગે લેખિત રજૂઆત કરી પોતે આ જુગાર રમવામાં નહોતા છતાં આ એફઆઇઆરમાં પોતાનું નામ હોવા અંગે સગા સબંધીઓએ જાણ કરી હોવાનું જણાવ્યું હતું. આથી તે આચાર્ય સાચુ નામ પુરાવા સાથે એફઆઇઆરમાં નોંધી અને પોતાનું નામ દૂર કરવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...