હાલાકી:4 માસથી સફાઈ ન થતાં થાન વોર્ડ નં. 4માં ગટરનાં પાણી રસ્તા પર ફરી વળ્યાં

થાન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનગઢ વોર્ડ નં.4માં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. - Divya Bhaskar
થાનગઢ વોર્ડ નં.4માં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે.

થાનગઢના વોર્ડ નંબર 4માં ગટરની સફાઇના અભાવે ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. અનેક રજૂઆતો છતા કોઇ કાર્યવાહી ન થતા ચાર માસથી આવી સ્થિતિમાં લોકો રહી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ પ્રમુખે આ વિસ્તારમાં કોંગ્રેસ અને અપક્ષના સભ્ય હોવાથી કામ નથી કરાતું તેવા આક્ષેપ કર્યા હતા.

થાનગઢ પાલિકા વિસ્તારમાં અનેક સ્થળોએ સફાઇના અભાવે ગટરો ઉભરાવાની સમસ્યા રહે છે.ત્યારે શહેના વોર્ડ નંબર 3માં છેલ્લા ચાર માસથી કોઇ સફાઇ ન થતા ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે. આ અંગે અનેક રજૂઆત છતા યોગ્ય ન કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઇ ભગત અને પાલિકા સભ્ય બાપાલાલ ઝાલાએ જણાવ્યુ કે આ અંગે અનેક રજૂઆત કરી છતા કોઇ સફાઇ થઇ ન હોવાથી ચાર માસથી લોકોપરેશાન થવા સાથે રોગચાળાનો ભય રહે છે.આ વોર્ડમાં કોંગ્રેસ અને અપક્ષના સભ્ય હોવાથી પાલિકા ભેદભાવ ભર્યુ વર્તન રાખે છે.

અન્ય સમાચારો પણ છે...