તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થાન પાલિકા દ્વારા ભગતસિંહ માર્કેટના દુકાનો અને ઓટલા એટલે કે થડાની હરરાજી કરવામાં આવી હતી જેની બાકી રકમ આજ દિવસ સુધી ભરવામાં ન આવતા તેમજ નિયત વેરો પણ ન ભરતા આ બાકી રકમનો કુલ આંકડો 99 લાખને આંબી ગયો છે ત્યારે આ બાકી રકમ વસુલવા પાલિકા દ્વારા 138 લોકોને બાકી રકમ ભરવા અંતિમ નોટીસ આપવામાં આવી છે અને 15 દિવસાં બાકી રકમ ભરવામાં નહીં આવે તો દુકાન અને ઓટલા ખાલસા કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
થાન પાલિકા દ્વારા વર્ષ 2005 માં કરોડો રૂપિયાના ખર્ચે ભગતસિંહ માર્કેટ બનાવવમાં આવી હતી.અને શાકભાજીના વેપારીઓ અને ફેરીયાઓ માટે દુકાનો તથા ઓટલાની હરાજી કરવામાં આવી હતી. પરંતુ બોલી લગાવનાર વેપારીઓ દ્વારા આજ દિવસ સુધી હરાજીની રકમ કે વેરાની રકમ ભરવામાં ન આવતા કુલ બાકી રકમનો આંકડો 99,86,120 એ પહોંચ્યો હતો. આથી પાલિકા તંત્ર દ્વારા બાકી રકમની વસુલાત કરવા નિયમનો દંડો ઉગામવામાં આવ્યો હતો. જેમાં 12 દુકાનદારો અને 126 ઓટલા ધારકો સહીત કુલ 138 લોકોને બાકી રકમ ભરવા અંગે અંતિમ નોટીસ આપવામાં આવી છે.
અંતિમ નોટીસ અંગે જાણ કરવા પાલિકાના કર્મચારી દ્વારા ભગતસિંહ માર્કેટમાં માઇકમાં જાહેરાત કરવામાં આવી હતી તેમજ બાકીદારોનું લીસ્ટ પણ માર્કેટમાં લગાવવામાં આવ્યું છે. દુકાન અને ઓટલાની હરરાજીની બાકી રકમ 57,55,000 છે જ્યારે બન્નેનો મળી બાકી વેરાની રકમનો આંકડો પણ 42,31,120 ને આંબી ગયો છે. આ બાકી રકમ જો 15 દિવસમાં ભરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા દુકાનો ને ઓટલા ખાલસા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.