કાર્યવાહી:થાનગઢમાં ગેરકાયદે ખનીજખનન વહન સામે તંત્રે લાલ આંખ કરી

થાન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
થાનગઢમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોનું ચેકીંગ કરી સીઝ કરાયા હતા. - Divya Bhaskar
થાનગઢમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોનું ચેકીંગ કરી સીઝ કરાયા હતા.
  • નાયબ કલેક્ટર અને મામલતદારે ચેકિંગ હાથ ધરી વાહન સીઝ કર્યાં
  • રોયલ્ટી વિનાના ઓવરલોડેડ ડમ્પર સહિત રૂ.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી થાન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો

થાનગઢમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન પર તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તપાસમાં એકડમ્પર સીઝ કરી રૂ.10લાખનો મુદામાલ થાન પોલીસને સોંપ્યો હતો.થાનગઢમાં ગેરકાયદે રીતે ખનીજ માફિયાઓ દ્રારા ખનીજ ચોરી કરતા હોય તેવી વ્યાપક ફરિયાદો ઊઠવા પામી હતી.

આથી ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતાં વાહનોની આકસ્મિક રીતે ચોટીલા નાયબ કલેક્ટર સાહેબ આર.બી.અંગારી, થાનગઢ મામલતદાર સાહેબ ભરતભાઈ પટેલે ચકાસણી હાથ ધરી હતી. જેમાં રોયલ્ટી વિનાનાં ઓવર લોડ ખનીજ વાળા ડમ્પરોને સીઝ કરવામાં આવતા હતાં. જેમાં સાથે એક ડમ્પર ઓવર લોડ ખનીજ ભરી જતું હોય તે ડમ્પર ને ખનીજ સાથે સીઝ કરી કુલ રકમ રૂ.10 લાખ જેટલો મુદામાલ જપ્ત કરાયો હતો.આ જપ્ત કરેલ મુદામાલને થાનગઢ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...