તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીફઓફિસરને આવેદન:તરણેતર રોડ પરના રેલવે ઓવરબ્રીજનું કામ બંધ કરો

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રીજની કામગીરીની સમીક્ષા કરી સ્થળ તપાસ કરવા માંગ કરી

થાનગઢના જોગધ્યાન આશ્રમપાસેથી બનતો રેલ્વે ઓવરબ્રીજની દિવાલ આશ્રમની દિવાલનો મોરો ઢાંકી દેતો હોવાથી બ્રીજની લંબાઇ ચોડાઇ સહિતની વિગતો અંગે આરટીઆઇ કરી માહિતી આપવા આરટીઆઇ કરતા તંત્ર દોડતુ થયુ હતુ. ત્યારે આ જોગ આશ્રમ ટ્રસ્ટ દ્વારા ચિફઓફિસરને લેખિત આવેદન પાઠવ્યુ હતુ.

જેમાં જણાવ્યા મુંજબ રેલ્વે ઓવરબ્રીજનું તરણેતર રોડ પર હાલમાં બ્રીજ બાંધકામ ફરીથી શરૂ કરવાનું આરઓબી નગર પાલિકા તરફથી હુકમ કરાયો છે જે યોગ્ય નથી.અમારી તા.15-6-21ની જાહેર માહિતી અધિકારની અરજીનો જયાંસુધી નિકાલ ન થાય ત્યાં સુધી પાલિકા તરફથી જે સુચન હુકમ કરાયેલ છે તે સ્થગીત કરી રજૂઆત ધ્યાને લઇ કાર્યવાહી કરવા માંગ કરી હતી. જ્યારે મામલતદાર આ બ્રીજની કામગીરીની સમીક્ષા અને સ્થળ તપાસ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...