થાનગઢના રૂપાવટી ગામ પાસેથી પસાર થતી મહાનદીના પટમાં ગેરકાયદે કાર્બોસેલનું ખોદકામથી લોકો પરેશાન છે. આથી રૂપાવટી સરપંચે ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં લેખિત રજૂઆત સાથે કાર્યવાહીકરી ખનન અટકાવવા માગ કરી હતી.
થાન રૂપાવટી ગામના સરપંચ પ્રભુભાઇ જેરામ, ઉપસરપંચ મેલુભાઇ પરમારે ભૂસ્તર શાસ્ત્રીની કચેરીમાં ખાણખનીજ વિભાગ સુરેન્દ્રનગરમાં લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા મુજબ રૂપાવટી ગામ પાસે આવેલી મહાનદી જેમાં સરકારી સિંચાઇ યોજના હેઠળ બાંડીયાબેલી ડેમ બનાવાયો છે. અહીં વિપુલ પ્રમાણમાં ખનીજ કાર્બોસેલના ભંડારો આવેલા છે. છેલ્લાં ઘણા સમયથી ભૂમાફિયા હીટાચી મશીન જેસીબી જેવા મશીનોથી ગેરકાયદે રીતે કાર્બોસેલનું ખોદકામ કરે છે. જેથી પર્યાવરણને પણ જોખમ છે.
અહીં અધિકારીઓ, પોલીસ અને તંત્રની મીઠી નજર હેઠળ મીલીભગતથી બેરોકટોક ખોદકામ થતું હોવાની આ અંગે અગાઉ અનેક રજૂઆતો કરી છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. આવનાર સમયમાં જો ખનન ચાલુ રહેશે તો બાંડીયાબેલી ડેમ નાની સિંચાઇને ખોદકામને લીધે નુકસાન થાય તેમ છે.આથી આથી વહેલી તકે લોકહીતમાં આ ગેરકાયદે ખનન અટકાવવા માગણી કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.