થાનગઢ વિશ્વ હિન્દુ પરિષદ આગેવાનોએ ચિફઓફિસરને આવેદન પાઠવ્યુ હતુ. જેમાં હાલ શહેરમાં ચાલતા ખુલ્લે આમ માસ મટનના વેચાણને બંધ કરાવવા માંગ કરી હતી. જો તેમ નહીં કરવામાં આવેતો આંદોનનો માર્ગ અપનાવવાની ચિમકી આપી હતી.
થાનગઢમાં ઠેરઠેર માસ મટનના વેચાણ ખુલ્લે આમ થઇ રહ્યુ છે.જેમાં ગેરકાયદેસર પણ વેચાણ ચાલતુ હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. ત્યારે થાન વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બકુલસિંહ રાણા, ધર્મેશભાઇ પ્રજાપતિ, બળભાઇ કમાણી સહિત આગેવાનોએ પાલિકા ચિફઓફિસરને લેખિત આવેદન પાઠવ્યુ હતુ.જેમાં હાલ હિન્દુ સમાજનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે થાનગઢ ની અંદર ફાટક બહાર ખુલ્લેઆમ માસ મટન વેચાણ થઈ રહ્યું છે અહીં વેચાણ થઈ રહ્યું છે બંધ કરાવવા માંગ કરી હતી. આ અંગે અનેક વખત રજુઆત કરી ચૂકેલ છે પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. આથી જો આ અંગે પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશેની ચિમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.