કામગીરી:થાન તાલુકાના અમરાપુર ગામે ગટર બનાવવાનું કામ હાથ ધરાયું

થાન14 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાન તાલુકાના અમરાપુર ગામે ગટર બનાવવાનું કામ હાથ ધરાયું છે. - Divya Bhaskar
થાન તાલુકાના અમરાપુર ગામે ગટર બનાવવાનું કામ હાથ ધરાયું છે.
  • રહેણાક વિસ્તારનું ગંદુ પાણી રોડ પર આવતું હોવાની સમસ્યા હતી

થાનગઢ તાલુકાના અમરાપુર ગામે રહેણાક વિસ્તારના ગટરના પાણી ગટરના અભાવે રસ્તા પર ફેલાતા હતા.આથી અહીં ગટર બનાવવાનું કામ હાથ ધરાયું છે. આથી ગંદા પાણી રોડ પર નહીં ફેલાતા રાહદારીઓને થતી સમસ્યાથી મુક્તિ મળશે.

થાનગઢના અમરાપુર ગામેના રસ્તા પરથી દરરોજ 100થી વધુ સિરામિક સહિત અન્ય નાનામોટા વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. પરંતુ આ રસ્તા પર ગટરના અભાવે આસપાસના રહેણાક વિસ્તારના ગંદા પાણી રસ્તા પર ફેલાતા હતા. જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય કાદવ કીચડ થઇ જતા વાહનચાલકો અને રાહદારીઓેને પરેશાની થતી હતી. જ્યારે વિસ્તારના લોકોને રોગચાળાનો ભય રહેતો હતો. આથી આ ગામમાં ગટર બનાવવાનું કામ હાથ ધરાયું છે. આ અંગે અમરાપરના સરપંચ કાળુભાઇએ જણાવ્યું કે આ વિસ્તારમાં ગટર ના હોવાથી ગંદા પાણી રસ્તા પર આવી જતા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને તેમાં થઇ પસાર થવું પડતું હોવાથી સમસ્યા થતી હતી.

આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી. હાલ રસ્તાપર ગટરનું કામ ચાલુ છે. જે બની જતા સીસી રોડ બની જશે જેથી રાહદારીઓ અને વાહનચાલકોને સમસ્યામાંથી મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...