તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થાન ફુલવાડી વિસ્તારમાં રહેતી સગીરા ટ્યુશનમાં જતી હતી તે સમયે બાઇક પર આવેલા 3 થી 4 શખ્સો તેનું અપહરણ કરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે સગીરાનો પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હોવાની જાણ થતાં જ અપહરણકર્તાઓ સગીરાને તેના ઘર નજીક આવેલા ખાનગી હોસ્પિટલ પાસે મુકી ફરાર થઇ ગયા હતા.
અપહરણકર્તા યુવાનો પૈકી એક યુવાને લગ્ન કરવાના ઇરાદે સગીરાનું અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ સમગ્ર મામલાને રફેદફે કરવામાં પોલીસે જ ભુંડી ભુમિકા ભજવી હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
થાનના ફુલવાડી વિસ્તારમાં રહેતી 11 વર્ષથી સગીરા ટ્યુશનમાં જઇ રહી હતી તે દરમિયાન બાઇક પર આવેલા 20 થી 25 વર્ષના 3 થી 4 શખ્સો તેને બળજબરીથી ઉઠાવી અપહરણ કરી લઇ ગયા હતા. જે પૈકી એક યુવાન સગીરાને તેના ઘેર લઇ ગયો હતો અને તેની સાથે લગ્ન કરવા બળજબરી કરી હતી અને યુવાને તેના પરિવારજનોને પણ સાફ શબ્દોમાં કહી દીધું હતું કે,
તમને છોકરી ગમે કે ના ગમે હું આની સાથે જ લગ્ન કરીશ. પરંતુ હેબતાઇ ગયેલી સગીરા સતત રડવા લાગી હતી બીજી તરફ સગીરા ટ્યુશનમાં ન આવી હોવાનું સંચાલકે સગીરાના પરિવારને જાણ કરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઇ પત્તો ન લાગતા પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો. સગીરાનો પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હોવાની જાણ થતાં જ અપહરણકર્તા યુવાનો સગીરાને તેના ઘર પાસે આવેલા ખાનગી હોસ્પિટલ પાસે મુકી રફુચક્કર થઇ ગયા હતા. જો કે આ સમગ્ર મામલે થાન પોલીસ મથકે કોઇ ફરીયાદ નોંધાઇ નથી.
સીધી વાત, એમ.ડી.ચૌધરી,પીઆઇ થાન પોલીસ સ્ટેશન
સગીરાના અપહરણનો કોઇ બનાવ બન્યો હતો ?
જવાબ : હા, સગીરા ગુમ થવા અંગેની જાણ કરવા પરિવાર પોલીસ મથકે આવ્યો હતો.
સગીરા ક્યારે મળી આવી અને કેવી રીતે ?
- પરિવાર પોલીસ મથકે આવ્યા બાદ અડધો કલાકમાં જ ઘરેથી ફોન આવ્યો કે સગીરા ઘરે આવી ગઇ છે
પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે
- પોલીસે ફરીયાદ લેવાની ના પાડી જ નથી. ભોગ બનનાર પરિવાર ગમે ત્યારે આવી ફરીયાદ લખાવી શકે છે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.