રસ્તાનું કામ:રૂ. 6.25 કરોડના ખર્ચે સીસી રોડનું કામ 12 માસથી ચાલે છે

થાન21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થાન સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધીના રસ્તાનું કામ

થાનગઢનો બાયપાસ રોડ સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક ખૂબ જ બિસમાર હોવાથી લોકોને અને ઉદ્યોગના વાહનોને પસાર થવામાં હાલાકી થતી હતી.આથી રોડ બનાવવા માગ કરાઇ હતી. જેને ધ્યાને લઇ તે વખતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રૂ.6.25 કરોડની ગ્રાન્ટ ફાળવતા સીસી રોડ બનાવવાનું કામ હાથ ધરાયું છે. 12 માસ જેટલો સમય વિતવા છતાં ગોકળગાય ગતિએ ચાલતા આ સીસી રોડના કામને લીધે ટ્રક પલટી જવા સહિત અકસ્માતના બનાવો બન્યા છે.

આ અંગે પાંચાળ સિરામિક એસોસિયેશનના પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, ઉપપ્રમુખ શાંતિલાલ પટેલે જણાવ્યું કે ત્યારે આ રોડ અગાઉ હતો એના કરતા 1 કિમી ઓછો કરી નખાતા લોકો અને ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો હતો.જેની માર્ગમકાન રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીને લેખિત રજૂઆત કરવી પડી હતી.

હાલ આ રસ્તાનું કામ ગોકળ ગાયગતિએ ચાલતું હોવાથી લોકોના વાહનો અને સિરામિક એકમોના વાહનોને અકસ્માતનો ભોગ બનવું પડતા નુકસાની થઇ રહી છે. આથી યોગ્ય ડાઈવર્ઝન અથવા પસાર થવા યોગ્ય રસ્તો આપવા અને વહેલી તકે રસ્તાનું કામ પૂરું કરવા માગ છે.

અન્ય સમાચારો પણ છે...