થાન પાલિકાની કારોબારી બેઠક:થાન શહેરના રસ્તાના નવીનીકરણ માટે રૂ. 2.25 કરોડ મંજૂર કરાયા

થાન24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી શાકમાર્કેટના 80 થડા 40 દુકાન ફરીથી હરાજીથી આપવામાં આવશે

થાનગઢ નગર પાલિકા કચેરીમાં કારોબારીની બેઠકનું આયોજન કરાયું હતું. શહેરના રસ્તાઓના નવિનીકરણ માટે 2.25 કરોડ મંજૂર કરાયા હતા. નવી શાકમાર્કેટના 80 થડા 40 દુકાન ફરીથી હરાજીથી આપવાનું નક્કી કરાયું હતું. ભૂગર્ભ ગટરની સમસ્યાના નિકાલ માટે સુચારુ રૂપથી કામ ચલાવવા નવુ ટેન્ડરિંગ કરાશેનું નક્કી કરાયું હતું.

થાનગઢ પાલિકા કચેરીમાં પાલિકાની કારોબારીનું આયોજન કરાયું હતું. પાલિકા પ્રમુખ લીનાબેન ડોડિયા, ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતર, વિરોધપક્ષના હર્ષદભાઇ, બેચરભાઇ પરમાર, ચીફ ઓફિસર સહિત સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. પ્રથમ શહેરની નવી શાકમાર્કેટના 80 થડા અને 40 દુકાન પૈસા ન ભરતા ખાલી કરાવાઇ હતી. જે હવે હરાજી કરી ફરીથી અપાશે. ઓવબ્રિજ જે પીપળાના ચોકમાં ઉતાર્યો છે ત્યાં પાલિકાની દુકાન હતી જે બ્રિજના હીસાબે તોડવામાં આવી હતી તે લોકોને શોપિંગ સેન્ટરમાં ફાળવાશેનું જ્યારે પુલ બન્યા પછી જગ્યા વધે તેમાં જેની દુકાન જ્યાં હશે ત્યાં ફાળવાશે અને દુકાન તેઓને ત્યાં બનાવાની રહેશે જે ભાડામાંથી મજરે પાછા મળશેનું નક્કી કરાયું હતું. શહેરની ભૂગર્ભ ગટરની સમસ્યા નિરાકરણ અને સંચાલન માટે નવું ટેન્ડરિંગ કરાશેનું નક્કી કરાયુંુ. જ્યારે શહેરના રસ્તાના નવિનીકરણ માટે રૂ.2.25 કરોડના ખર્ચે કરવામાં આવશેનું નક્કી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...