ગ્રામજનોમાં રોષ:થાનનાનવાગામે ગટરના પાણી ઊભરાઇને રસ્તા પરફેલાયછે

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થાનના નવા ગામે ગટરની સફાઇના અભાવે ગંદા પાણી રસ્તા પર ઉભરાતા ભર શિયાળે ચોમાસુ માહોલ સર્જાયો છે.જ્યારે ગામમાં પીવાનાપાણી, સફાઇ સહિતની પ્રાથમિક સુવિધા નો અભાવ હોવાની અનેક રજૂઆત બાદ પણ સમસ્યા નીકાલ ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

થાન તાલુકાના નવાગામમા પ્રાથમિક સુવિધા ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દરેક શેરીમાં ગટરના પાણી ઉભરાતા જોવા મળે છે. ગ્રામ પંચાયત દ્વારા ગટર બનાવવામાં આવેલી પણ એક પણ ઘરનું પાણી આ ગટર ની અંદર જતું નથી અત્યારે ગટર તૂટી જતા ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા રોગચાળાનો ભય ફેલાયો છે. આ અંગે પ્રેમજીભાઈ મકવાણા, લાલજીભાઈ વાઘેલા, ધીરુભાઈ મકવાણા જણાવ્યુકે ગામની વસ્તી 4,700 છેજે તાલુકાનું બીજા નંબરનું ગામ વિકાસથી દૂર છે. ગામની વચોવચ મહાત્મા ગાંધીજીના ચશ્માની નિશાની ના મોટા મોટા બોર્ડ વિકાસલક્ષી પૈસા વાપરેલા મરાયા છે. પણ ગામની અંદર ક્યાંય વિકાસ જોવા મળતો નથી. કચરા માટેની વ્યવસ્થા કરવામાં આવ્યા નથી સરકારે જે ગ્રાન્ટ આપી તેમાં કચરાના સ્ટેન્ડ બનાવેલા પણ જનજાગૃતિના અભાવે આખા ગામની અંદર કચરો ફરી વળે છે.

ગામમાં અંદર પીવાના પાણીની પણ સમસ્યા છે સરકાર દ્વારા નળ જળની યોજના મુજબ પાઇપલાઇનનું નાખવામાં આવેલી પાણીનો ટાંકો ન હોવાથી લોકોને પાણી મળતું નથી.જેની સરપંચ અને ટીડીઓ કચેરીએ અનેક રજૂઆત છતા કોઇ સમસ્યા નિકાલ થતો નથી.ગામના ગટરના પાણી મેન રોડ ઉપર આવી જતા આ રોડ ઉપર દોઢ ફૂટના ખાડા પડી ગયા છે.આ રોડ ઉપર સિરામિક કારખાનાના ભારે વાહનો દોડતા હોવાથી અકસ્માતનો ભય રહે છે.આ અંગે નવાગામના તલાટી મહેશભાઈ મકવાણા એ જણાવ્યુકે કે સરપંચ સાથે બેઠક કરેલ છે અને ગંદકી અને કચરો સાફ કરાવવા માટે આગળનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...