તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:ધોળેશ્વર ફાટકથી મારુતિ ચાર રસ્તા સુધીનો રોડ બિસમાર

થાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેકવાર રજૂઆત છતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાતી નથી
  • રસ્તો બિસમાર બનતાં મોટા વાહનો ફસાય છે

થાગનઢના ધોળેશ્વર ફાટકથી મારૂતી ચાર રસ્તા સુધીનો રસ્તો ઘણા સમયથી બિસ્માર હોવાથી વાહન ચાલકોને હાલાકી થાય છે. આથી પાંચાળ સિરામીક એસોસિયેશન વિકાસ ટ્રસ્ટે મામલતદારને આવેદન પાઠવ્યુ હતુ. પરંતુ રીપેર ન કરાતા હવે મોટા વાહનો ખાડામાં ફસાતા રિપેર કરવા માંગ ઉઠી છે.

થાનગઢના પાંચાળ સિરામિક એસો.ને ધોળેશ્વર ફાટકથી મારૂતી ચાર રસ્તા સુધીનો રસ્તો બિસમાર બની જતા અનેક લોકો પરેશાન થઇ રહ્યા છે. આ અંગે અનેકવાર તંત્રને રજૂઆત છતા યોગ્ય ન કરાતા સૂર્યાચોક પાસે ભારે વાહનો પણ ખાડામાં ફસાવા લાગ્યા છે. જ્યારે આ રસ્તે ગટરના પાણી પણ ભરાઇ રહેતા હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે દિનુભાઇ ભગત, સંજયભાઇ પ્રજાપતિ, નીતિનભાઇ શાહ, અમિતભાઇ પ્રજાપતિ જણાવ્યુ કે પાલિકાને રજૂઆત કરી પરંતુ પીડબલ્યુડીવાળા યોગ્ય જવાબ આપતા નથી.

થાન પાંચાળ સિરામીક એસોને મામલતદારને રજૂઆત કરી ચોમાસા પહેલા રિપેર કરવા માંગ કરવા છતા સ્થિતિ જૈસે થે જ રહી છે. થાન બાયપાસ રોડ ધોળેશ્વર ફાટકથી મારૂતી ચાર રસ્તા સુધીનો રોડ પર 3 ફુટના ગાબડા પડી ગયા હોવાથી ભારે વાહન તેમાં ફસાઇ જતા નુકશાન થાય છે. અકસ્માતનો ભય રહે છે. આ વિસ્તારમાં 100 સિરામમિક એકમો હોવાથી સીરામિક એકમોના માણસો અને વાહનો અહીંથી પસાર થતા હોય છે તંત્ર શું મોટો અકસ્માત થાય તેની રાહમાં છે.

અન્ય સમાચારો પણ છે...