મુલાકાત:સિરામિક ઉદ્યોગને ગેસના ભાવવધારા અને નવી બેંક ગેરંટીમાં રાહત અપાવો

થાન12 દિવસ પહેલા
  • કૉપી લિંક

થાનગઢના પાંચાળ સિરામિક એસોસિયેશન ટીમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી, અન્ન અને પુરવઠો મંત્રી નરેશભાઇ પટેલ વગેરેની શુભેચ્છા મુલાકાત લીધી હતી. થાનગઢ સિરામિક વિસ્તારની વિવિધ રજૂઆતો કરી હતી. જેમાં ગેસના નવા ભાવ વધારાની નવી બેંક ગેરંટીમાં રાહત, સિરામિક ઉદ્યોગને ફ્રી સેલ કેરોસીનની મંજૂરી માટે વાતચીત કરાઇ હતી.

આ ઉપરાંત થાન મોરથળા બાયપાસ રોડ, સોનગઢ વગડિયા બાયપાસ રોડ અંગે રજૂઆતો પણ કરાઈ હતી. આ પ્રસંગે પાંચાળ સિરામિક એસોસિયેશનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, શાંતિભાઈ પટેલ, વિજયભાઈ ભગત, મયુરભાઈ સોમપુરા, દિનુભાઈ ભગત, પ્રતાપભાઈ ખાચર વગેરે આ મુલાકાતમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...