સરકારની દિવાળી ભેટ:થાનગઢ સિરામિક ઉદ્યોગને અપાતા ગેસમાં 5નો ઘટાડો

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થાનગઢમાં સિરામિક ઉદ્યોગને અપાતા ગેસમાં ભાવમાં ઘટાડાથી થોડી રાહતની આશા છે. - Divya Bhaskar
થાનગઢમાં સિરામિક ઉદ્યોગને અપાતા ગેસમાં ભાવમાં ઘટાડાથી થોડી રાહતની આશા છે.
  • ઉદ્યોગકારોને રાજ્ય સરકારની દિવાળી ભેટ

ગુજરાત ગેસ કંપની દ્વારા થાન સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં છાશવારે વધારો ઉદ્યોગને માઠી અસર થઇ હતી. આથી વારંવાર ભાવ વધારા અંગે સરકારને રજૂઆત થાન સિરામિક એસોસિયેશન દ્વારા કરાઈ હતી. હાલ ગેસ વપરાશના રૂ.63 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. થાન સિરામિક ઉદ્યોગમાં વર્ષે 2,40,000 લાખ કિલોનો ગેસ વપરાશ થઇ રહ્યો છે. હાલ સરકારે સિરામિક ઉદ્યોગને આપવામાં આવતા ગેસના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરતા વર્ષે 12,00,000 જેટલી રાહત મળશે.

થાનગઢમાં વર્ષે 2,40,000 લાખ કિલો ગેસનો વપરાશ છે. ત્યારે હાલ ગેસના વપરાશ અંગે નવા નિયમ મુજબ 2,40,000 કિલો વપરાસ સામે ભાવ રૂ.63 લેવાતો હતો. આમ આ અંગે સિરામિક ઉદ્યોગકારોએ બેઠક બોલાવી ઉદ્યોગો ઓડ ઇવન પધ્ધતિથી ચલાવવા મજબૂર થયા હતા. આથી અવાર નવાર ભાવ ઘટાડો કરવા સરકારમાં રજૂઆતો કરી હતી. તોય ભાવ ન ઘટતા ખાનગી કંપની વિકલ્પ શોધવાના અને એક માસ સુધી ઉધોગ બંધ રાખવા જેવા પગલા પણ ભરવા પડ્યા હતા. ત્યારે હાલ સિરામિક ઉદ્યોગને રાહત આપવા માટે સરકારે આયોજન કરતા ગુજરાત ગેસના ભાવમાં રૂ.5 નો ઘટાડો કરાયો છે.

બધા ગ્રાહકોને આ લાભ મળે એ માટે રજૂઆત કરીશું
માત્ર MGOને ભાવમાં ઘટાડો આપ્યો એની સાથે સાથે Non MGO એટલે કે બધા ગ્રાહકોને દિવાળીની ભેટ આપી હોત તો વધુ સારું હતું. હવે ઘણા યુનિટ ભાવનો લાભ લેવા અને MGO પૂરો કરવા સતત ટનલ ચલાવશે, પરિણામે માલનો ફુગાવો થઈ જાય અને સરવાળે ખોટ સહન કરવાનો સમય આવે એવું પણ બને છે. હવે અમે આ ભાવ ઘટાડોનો લાભ બધા જ ગ્રાહકોને મળે એ માટે સરકારશ્રીમાં રજૂઆત કરીશું. > સુરેશભાઇ સોમપુરા, પ્રમુખ, પાંચાળ સિરામિક એસોસિયેશન

સિરામિક ઉદ્યોગ ડોલર આધારિત હોય તેમ લાગેશે
ગેસની ખરીદી ડોલરમાં થાય છે માટે અવાર નવાર ડોલરમાં થતા વધધટની અસર ગેસના ભાવોને થાય છે. અમારો ઉદ્યોગ હવે રૂપિયા આધારિત નહીં પણ ડોલર આધારિત થતો જાય છે. > શાંતિલાલ પટેલ, ટ્રસ્ટી, પાંચાળ સિરામિક ટ્રસ્ટ

અન્ય સમાચારો પણ છે...