તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:થાનમાં અદ્યતન લાયબ્રેરી અને રમતના મેદાનની સુવિધા આપો

થાનએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની રજૂઆત
 • શારીરિક કસોટી માટે પ્રેક્ટિસ, વાંચન કરવામાં મુશ્કેલી

થાનમાં એક પણ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા યુવાનો માટે અધતન લાયબ્રેરી અને રમતગમતનું મેદાન ન હોવાથી પરિક્ષાની તૈયારી કરતા યુવાનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તંત્ર દ્વારા રમતગમત માટે મેદાન અને વાંચન માટે અધતન લાયબ્રેરી બનાવવા યુવાનોએ પાલિકા પ્રમુખને લેખીત આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

થાનને તાલુકા મથક તો જાહેર કરી દેવાયું છે પરંતુ તાલુકા મથક જેવી સુવિધા ન મળતી હોવાની સ્થાનિક પ્રજાની રાવ છે. ત્યારે થાન શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાંથી હાલ અનેક યુવાનો સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા હોય છે જેમાં પોલીસ, આર્મિ, તલાટી, ક્લાર્ક, જીપીએસસી જેવી પરિક્ષાઓનો સમાવેશ થાય છે ત્યારે આવી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે શારીરીક કસોટી માટે પ્રેકટીસ કરવા રમતગમતનું મેદાન તેમજ વાંચન માટે લાયબ્રેરી ન હોવાથી તૈયારી કરતા ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આથી આ અંગે થાનના જીગ્નેશભાઇ રાઠોડ સહીતના યુવાનો દ્વારા પાલિકા પ્રમુખને લેખીત આવેદન પાઠવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે રમતગમતના મેદાન અને લાયબ્રેરીના અભાવે યુવાનો યોગ્ય તૈયારી કરવાથી વંચીત રહે છે જેની સીધી અસર તેમની કારકિર્દી પર પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો