રજૂઆત:થાનમાં વકીલ, નોટરી ન હોવા છતાં કામ કરતા લોકો સામે કાર્યવાહી કરો

થાન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર એસોસિયેશને મામલતદારને લેખિત રજૂઆત કરી

થાનગઢ બાર એસોસીએશને મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.જેમાં થાનમાં વકીલ અને નોટરી ન હોવા છતા તે અંગે કામ કરાતુ હોવાનું જણાવાયુ હતુ.જેમાં મનફાવે તેટલી ફિ લઇ છેતરપીંડી કરી વકીલોનું નામ ખરાકબ કરાતુ હોવાથી તેવા લોકો સામે કાર્યવાહીની માંગ કરી હતી.

થાનગઢ મામલતદાર કચેરી બહાર ખોટી રીતે ગરીબ વર્ગના લોકો પાસે થી તોડ બાજ વકીલ અને નોટરી ફરતા હોવાની બુમરાડો ઉઠી હતી.આથી થાન બાર એસોસીએશન પ્રમુખ રાજુભાઈ, ઉપપ્રમુખ વિજયભાઈ, વકીલ ભવદીપસિંહ રાણા તેમજ તમામ વકીલો દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુજબ થાનમાં વકીલ અને નોટરી ન હોવા છતા લોકો કામ કરી રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ.તેઓ જે સ્ટેમ્પ રાઇડર ની ફી રૂ 20 લઇ શકે એથી વધુ નહી ઉપરાંત જે અરજદાર આવે એને એવુ કહે છે હુ અંદર બેસુ છું હુ નોટરી છું એડવોકેટ વકીલ છું .

ઉપરાંત નામને નંબરનો કોરા પેજની કાપલીમાંએ સિક્કા મારી ને મારી પાસે આવવું તેમજ નોટરીના રૂ.350 લખીને સિક્કો મારીને આપે છે.આથી વેહેલી તકે ફરજી વકીલની અટકાયત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.જ્યારે આ અંગે થાનગઢ પોલીસ સ્ટેશન માં એફઆઇઆર કરવા માટે વકીલો એ જાણ કરી હતી. જ્યાં પીઆઈ ગોરીએ જણાવેલ કે ખરેખર વાતની ખરાઈ તાપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...