તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:થાનમાં પોલીસે બપોરે 10 જુગારી પકડ્યા પણ મોડે સુધી ફરિયાદ નહીં

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા મકાનમાં પોલીસે દરોડો પાડીને 4 લાખથી વધુનો મુદ્દામાલ પકડ્યો, રાજકીય વગથી ફરિયાદ ન લેવાયાની ચર્ચા

થાનગઢના સ્ટેશન વિસ્તારમાં આવેલા મકાનમાં જુગાર અંગે દરોડો કર્યો હતો. જેમાં ચાર લાખથી વધુનો મુદામાલ અને10 લોકોને પકડી પડાયા હતા. થાનગઢમાં જુગારની બદી દિવસે દિવસે વધતી જતા પોલીસતંત્રએ ડામી દેવા કાર્યવાહી હાથ ધરી હતી.જેના પેટ્રોલીંગ દરમિયાન પીઆઇ ચૌધરીભાઇ અને પોલીસ ટીમે બાતમીના આધારે સ્ટેશન વિસ્તારમાં બહાદુરભાઇ ભરવાડના સીંગલીયા મકાનમાં જુગાર અંગે દરોડો કર્યો હતો.

આથી પોલીસને આવેલી જોઇ જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. પરંતુ પુરતી તૈયારી સાથે આવેલી પોલીસે 10 શખ્સોને 4 લાખનો મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે તમામ સામે થાન પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.બપોરે પોલીસે પાડેલા દરોડામાં મોડી રાત્રી સુધી જુગારીઓ સામે ફરીયાદ ન નોંધાતા શું રાજકીય દબાણના કારણે ફરીયાદ નહીં નોંધાઇ હોય તેવા અનેક પ્રશ્નો સાથેની ચર્ચા થાનમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.

અન્ય સમાચારો પણ છે...