તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલનનો અંત:થાન આવાસ યોજનામાં સુવિધાની માંગ સાથે લાભાર્થીઓના ધરણાં

થાન5 મહિનો પહેલા
 • કૉપી લિંક
થાન આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. - Divya Bhaskar
થાન આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ.
 • લાઇટ, પાણી અને સેનિટેશનની સુવિધાનો સદ્દંતર અભાવ
 • પાલિકાની 1 માસમાં સુવિધા પુરી પાડવાની ખાતરીથી આંદોલનનો અંત

થાનમાં પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આવાસો બનાવી તેની ફાળવણી પણ કરી દીધી છે પરંતુ આવાસોમાં પ્રાથમિક સુવિધા ન હોવાથી લાભાર્થીઓને હાલાકીનો સામનો કરવોપડે છે. ત્યારે લાઇટ, પાણી અને સેનિટેશન સહીતની સુવિધાઓ આપવાની માંગ સાથે આવાસ એસોસિએશન દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. જો કે પાલિકા દ્વારા એક માસમાં તમામ સુવિધાઓ પુરી પાડવાની બાંહેધરી આપતા ધરણા આંદોલનનો અંત આવ્યો હતો.થાન મોરથળા રોડ પર તંત્ર દ્વારા રૂપિયા 11 કરોડથી વધુના ખર્ચે 352 આવાસો બનાવવમાં આવ્યા હતા. આ આવાસોનો ડ્રો કરી લાભાર્થીઓને મકાનો ફાળવી પણ દેવામાં આવ્યા હતા પરંતુ આવાસોમાં લાઇટ, પાણી અને સેનિટેશન જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવથી હાલ માત્ર 3 જ લાભાર્થી પરિવારો વસવાટ કરે છે

ત્યારે આવાસમાં પાયાગત સુવિધાઓ આપવાની માંગ સાથે રાજીવ ગાંધી આવાસ યોજના એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઇ રાઠોડ, ભુપતભાઇ પારઘી, પ્રવિણભાઇ વોરા સહીતનાઓ દ્વારા શનિવારથી ધરણા કરી આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવ્યું હતું. અને આ અંગે જિલ્લા કક્ષાએથી લઇ છેક ગાંધીનગર સુધી લેખીત રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે ધરણા બાદ સફાળા જાગેલું તંત્ર હરકતમાં આવ્યું હતું અને લાઇટ, પાણી તેમજ સેનિટેશન સહીતની સુવિધાઓ એક માસમાં પુરી પાડવાની બાંહેધરી આપતા શનિવારે મોડી સાંજે આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો