મુશ્કેલી:થાન સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધીના રસ્તાનું ધીમી કામગીરીથી લોકો પરેશાન

થાન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાન સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધીનો સીસીરોડનું કામ ગોકળગાય ગતિએ ચાલતુ હોવાથી વાહનચાલકને મુશ્કેલી. - Divya Bhaskar
થાન સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધીનો સીસીરોડનું કામ ગોકળગાય ગતિએ ચાલતુ હોવાથી વાહનચાલકને મુશ્કેલી.
  • રૂ.6.25 કરોડના ખર્ચે સીસીરોડ બનાવવાનું કામ 12 માસથી ચાલી રહ્યુ છે
  • યોગ્ય ડાઇવર્ઝન આપી વાહન પસાર કરવા માટે માર્ગ આપવા લોકમાંગ

થાનગઢમાં વર્ષોથી બિસ્માર રોડ સુર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધી હતો.જેને 6.25 કરોડના ખર્ચે સીસીરોડ બનાવવાનું કામ હાથ ધરાયુ છે..પરંતુ આ રોડ બનાવવા ખોદીનંખાયેલા રસ્તા પર ધીમી કામગીરીના કારણે વાહન ચાલકો અને સીરામીક એકમોના વાહનો પડી રહ્યા છે.આથી યોગ્ય ડાઇવર્ઝન આપવા લોકમાંગ ઉઠી છે.

થાનગઢનો બાયપાસ રોડ સુર્યાચોકથી ધોળેશ્વર ફાટક ખુબજ બિસ્માર હોવાથી લોકોને અને ઉધોગના વાહનોને પસાર થવામાં હાલાકી થતી હતી.આથી રોડ બનાવવા માંગ કરાઇ હતી.જેને ધ્યાને લઇ તે વખતના નાયબમુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે રૂ.6.25 કરોડની ગ્રાન્ટ ફાળવતા રોડ સીસી રોડ બનાવવાનું કામ હાથ ધરાયુ છે.

12 માસ જેટલો સમય વિતવા છતા ગોકળગાય ગતિએ ચાલતા આ સીસીરોડના કામને લીધે ટ્રક પલટી જવા સહિત અકસ્માતના બનાવો બન્યા છે.આ અંગેપાંચાળ સિરામીક એસોસીએશનના પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, ઉપપ્રમુખ શાંતીલાલ પટેલે જણાવ્યુ કે ત્યારે આ રોડ અગાઉ હતો એના કરતા એક કિ.મી ઓછો કરી નંખાતા લોકો અને ઉધોગકારોમાં રોષ ફેલાયો હતો.

જેની માર્ગમકાન રાજ્યમંત્રી પુર્ણેશ મોદીને લેખિત્ રજૂઆત કરવી પડી હતી.હાલ આ રસ્તાનું કામ ગોળક ગાયગતીએ ચાલતુ હોવાથી લોકોના વાહનો અને સીરામીક એકમોના વાહનોને અકસ્માતનો ભોગ બનવુ પડતા નુકશાની થઇ રહી છે.આથી યોગ્ય ડાયવર્ઝન અથવા પસાર થવા યોગ્ય રસ્તો આપવા અને વહેલી તકે રસ્તાનુ કામ પુરૂ કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...