તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:થાન આવાસ યોજના પાસે કચરો ઠલવાતા ભારે રોષ, પાલિકા રોજ 20 ટ્રેક્ટર કચરો ઠાલવે છે

થાન2 મહિનો પહેલા
 • કૉપી લિંક

થાન મોરથળા રોડ પર આવેલા આવાસોની આજુબાજુમાં જ પાલિકા દ્વારા શહેરમાંથી એકઠો કરેલો કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરીયાદ ઉઠી છે. ગંદકી અને કચરાના કારણે આવાસોમાં રહેતા લોકોનું આરોગ્ય પણ જોખમાય તેવી સ્થિતી સર્જાય તેમ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. થાન પાલિકા દ્વારા વગડીયા રોડ પર ડમ્પીંગ સાઇડ બનાવવામાં આવી છે આથી શહેરમાંથી એકઠો થતો કચરો ટ્રેક્ટર કે અન્ય વાહનો દ્વારા એકઠો કરી ડમ્પીંગ સાઇડ પર નિકાલ કરવામાં આવે છે

પરંતુ અમુક ટ્રેક્ટર ચાલકો ડમ્પીંગ સાઇડ પર કચરાનો નિકાલ કરવાના બદલે મોરથળા રોડ પર પાલિકા દ્વારા બનાવાવમાં આવેલા આવાસોની નજીક જ ખુલ્લામાં કચરાના ટ્રેક્ટરો ખાલી કરી દેવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. આ અંગે આવાસ એસોસિએશના પ્રમુખ અશ્વિનભાઇ રાઠોડે જણાવ્યું કે આવાસની આસપાસની ખુલ્લી જગ્યામાં અંદાજે રોજ 15 થી 20 ટ્રેક્ટર કચરાનો નિકાલ કરવામાં આવે છે. આથી ગંદકીનું સામ્રાજ્ય છવાઇ ગયું છે. થાન પાલિકાના ચીફ ઓફીસર એમ.સી.જેપાલે જણાવ્યું કે તપાસ કરી કસુરવારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો