તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષની લાગણી:થાન લાઇબ્રેરી ગાર્ડનમાં વૃક્ષો કાપી નંખાતા પર્યાવરણપ્રેમીઓમાં રોષ

થાન22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોબાઇલ ટાવર ઊભા કરવા વૃક્ષો કાપ્યાની રાવ

થાન ધોળેશ્વર પ્લોટમાં આવેલી પાલિકા હસ્તકની લાયબ્રેરીના પ્રાંગણમાં આવેલા પ થી 6 ઘટાદાર વૃક્ષો કાપી નાંખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. મોબાઇલ ટાવર ઉભા કરવા ખાનગી કંપની દ્વારા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હોવાની રાવ ઉઠતા કંપની વિરૂધ્ધ કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.થાન નગરપાલિકા સંચાલીત લાયબ્રેરી ધોળેશ્વર પ્લોટમાં આવેલી છે. જેમાં લીમડા, પીલુ અને પીપળા સહીતના વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા. ત્યારે તાજેતરમાં લાયબ્રેરીમાં આવેલા અંદાજે 5 થી 6 ઘટાદાર વૃક્ષો કાપી નાંખવામાં આવતા સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

એક તરફ જિલ્લામાં વૃક્ષોનું પ્રમાણ ખુબ જ ઓછુ છે ત્યારે બીજી તરફ આવા ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે જેને લઇને વનવિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. પાલિકા વિસ્તારમાં વૃક્ષો કાપવામાં આવ્યા હોય વનવિભાગ દ્વારા સમગ્ર દોષનો ટોપલો પાલિકા તંત્ર માથે ઢોળી દેવામાં આવ્યો છે. આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયાએ જણાવ્યું કે મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરીને લઇને વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું હોવાની વિગતો હાલ મારી પાસે આવી છે ત્યારે કંપની દ્વારા મંજૂરી લેવામાં આવી છે કેમ તે સહીતની બાબતો અંગે તપાસ કરવામાં આવશે અને કસુરવારો સામે કાર્યવાહી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો