તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:થાન-ચોટીલા રોડ પર ટ્રકે આધેડને અડફેટે લીધા

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થાનગ-ચોટીલા રોડ પર જામવાડી પાસે ટ્રક ચાલકે આધેડને હડફેટે લીધા હતા. ગંભીર ઇજાગ્રસ્ત આધેડને સારવાર મળે તે પહેલા મોત થયું હતું. ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં ટ્રક કબજે લઇ ચાલકની પોલીસે તપાસ હાથ ધરી છે.

થાનગઢ-ચોટીલા રોડ પર ચાલીને પસાર થતા જામવાડીના આધેડને મહારાષ્ટ્રના ટ્રકે હડફેટે લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડને લોહી નીતરતી હાલતમાં હોવાથી લોકોએ 108ને જાણ કરી બોલાવાઈ હતી. પરંતુ 108 આવી સારવાર આપે પહેલા આધેડનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. અકસ્માત સર્જનાર ટ્રકચાલક બનાવ સ્થળેથી ફરાર થઇ ગયો હતો. બનાવની પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે જઇ ટ્રક કબજે લઇ ફરાર ચાલકની તપાસ હાથ ધરી હતી. આધેડના વાલીવારસ અંગે પણ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...