તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદો:થાન પાલિકા દ્વારા આવાસ યોજનાના 416 લાભાર્થીને કબજો સોંપી દેવાયો, આવાસની ચાવી સાથે સર્ટિ. પણ એનાયત

થાનગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

થાન નગરપાલિકા દ્વારા શહેરમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આર એસ વાય યોજના અંતર્ગત 416 આવાસો બનાવવામાં આવ્યા હતા. ત્યારે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને આ આવાસોનો કબજો સોંપવાનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થાન પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા, લાલાભાઇ અલગોતર, શહેર ભાજપ પ્રમુખ જીતુભાઇ પુજારા, લક્ષ્મણભાઇ, પૂર્વ પ્રમુખ વિજયભાઇ ભગત સહીતનાઓ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત આગેવાનોના હસ્તે આવાસોના લાભાર્થીઓને મકાનની ચાવી તેમજ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...