થાનગઢમાં બ્રહ્મ સમાજ દ્વારા છઠ્ઠા સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરાયુ હતુ.જેમાં પુર્વ સીએમ સહિત, સંતો તથ આગેવાનોએ બટુકોને આશીર્વાદ પાઠવ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં થાન સહિત જિલ્લામાંથી માંથી બ્રહ્મ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
સમૂહ યજ્ઞોપવિત બ્રહ્મ સમાજ પરિવાર માટે એક જનોઈમાં લગ્ન જેટલો જ ખર્ચ થતો હોય છે. હાલની મોંધવારી વધતા સામાન્ય પરિવાર આ ખર્ચ કરી શકતા નથી. ત્યારે થાનગઢ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બિનજરૂરી ખર્ચ અટકે અને સમાજના લોકો એક છત્ર નીચે આવી એકત્ર થાય માટે સમુહ યજ્ઞોપવિતનું આયોજન કરાય છે. ત્યારે બુધવારે ં છઠ્ઠા સમૂહ યજ્ઞોપવિત સમારોહનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુકે બ્રાહ્મણો શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન ધરાવવુ.
યજ્ઞો પવિત એટલે ઉપનયનસંસ્કાર વિધિ ઇશ્વર અને ગુરૂ નજીક જઇ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત જનોઇ ધારણ કરવી જે 16 સંસ્કારમાંથી 10મો સંસ્કાર છે. બ્રાહ્મણનો અર્થ જ્ઞાન પ્રાપ્ત કરી અન્યોને જ્ઞાન આપવુ. આથી દેશના ઋષીમુનીઓના વેદો, ઉપનિષદો અને પતંજલીએ આપેલા યોગ વિશ્વને માર્ગદર્શન આપી રહ્યા છે. નવીપેઢી ભારતને વિશ્વગુરૂબનાવે તેવી હું શુભેચ્છા આપુ છું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી નીતિનભાઇ ભારદ્વાજ, સુરેન્દ્રનગર પાલિકા પ્રમૂખ વિરેન્દ્રભાઈ આચાર્ય, લીમડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન જાની, થાન પાલિકા પ્રમુખ લીલાબેન ડોડીયા, થાન ભાજપ પ્રભારી ફાલ્ગુનીભાઈ ઉપાધ્યાય,પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ ભગત, થાન બ્રહ્મસમાજ પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, પ્રશાંત ભટ્ટ, વિપુલભાઇ રાવલ, પ્રફુલભાઇ મહેતા, ગૌરાંગભાઇ રાવલ, હેતલભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. એક પરિવારના બે બટુક લાભ લઇ રહ્યા હતા તેમના પિતાનુ અવશાન થયું હતુ.આ બટુકના પિતાની છેલ્લી ઈચ્છા સમૂહ જનોઈમાં જનોઈ દેવાની હતી.જેથી સમસ્ત બ્રહ્મસમાજે પરિવારને િહંમત આપી મદદરૂપ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.