તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસુકી દાદાના દર્શન:થાનગઢના નાગરદેવતા તરીકે ઓળખાતા વાસુકી દાદાનાં 1200 વર્ષ જૂના મંદિરનું મહાત્મ્ય

થાન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનગઢમાં આવેલા નગરદેવતા વાસુકી દાદાના દર્શન અને પૂજનનું શ્રાવણમાં મહત્ત્વ છે. - Divya Bhaskar
થાનગઢમાં આવેલા નગરદેવતા વાસુકી દાદાના દર્શન અને પૂજનનું શ્રાવણમાં મહત્ત્વ છે.

થાનગઢમાં આવેલા વાસુકી દાદાએ નગર દેવતા તરીકે ઓળખાય છે. આ નગરદેવ તરીકે ઓળખાવાનો 1200 વર્ષ જૂનો ઇતિહાસ છે. રાજસ્થાનથી દ્વારકા જતા રણબકા રાઠોડ રાજા જતા હતા. તેઓએ પોતાના રથમાં ટોપલીમાં ચાંદીની થાળીમાં વાસુકીદાદાની સ્થાપના કરી હતી. તેમને દાદાએ દ્વારકાથી વળતા જ્યાં પડાવ નાખશો ત્યાં મારું સ્થાન હશે કહેતા હાલ થાન કહેવાય છે ત્યાં પડાવ નાંખતા વાસુકી દાદાનું સ્થાન બન્યું હતું.

થાનમાં આવેલા વાસુકી દાદાના મંદિરે દર શ્રાવણમાસ નિમિતે ભક્તો વિશેષ પુજન અને દર્શનનું મહાત્મ્ય છે. વાસુકીદાદાના મંદિરની સ્થાપનાથી લઇ અત્યાર સુધીમાં 1200 વર્ષ પુરાણો ઇતિહાસ છે. આ અંગે મંદિરના 18મી પેઢી તરીકે પૂજા કરતા ભરતગીરી બાપુએ જણાવ્યુકે રાજસ્થાનથી દ્વારકા રાજા રણબકા રઠોડ જતા હતા. તેમની રક્ષા કરવા માટે રથમાં ટોપલીમાં ચાદીની થાળીમાં વાસુકીદાદાની સ્થાપના કરી હતી. વાસુકીદાદાએ તેમને વળતા જે સ્થળે રોકાસે ત્યાં મારું સ્થાન હશેનું જણાવ્યું હતું. તેઓ હાલના થાનમાં પીપળાના ચોક પાસે જે રાણાવૃક્ષ સ્થળે મંદિર છે ત્યાં પડાવ નાંખતા તે વાસુકી દાદાનું સ્થળ બની ગયું.

આથી તે સ્થળ સ્થાનગઢ તરીકે ઓળખાયુનું બારોટના ચોપડે 1200 જૂનુ હોવાનો ઉલ્લેખ છે. જે સમયાંતરે શબ્દ અપભ્રંસ થત થાનગઢ તરીકે હાલ ઓળખાય છે. શિવજીના માનસ પુત્રીજે મસા દેવી યુગ પૄમાણે 7 નામ હતા જે અત્યારે નાગણેચી મા તરીકે સ્થાપના કરવામાં આવી છે. જે રાઠોડ, ઘાઘલ કુટુબના કુળ દેવી તરીકે પૂજાય છે. આ મંદિરમાં સુખદેવ બાપુની સમાધિ છે જે હાલ 18મી પેઢી પૂજા કરે છે.

અન્ય સમાચારો પણ છે...