અકસ્માતનો ભય:થાન મ્યુનિસિપલ હાઇસ્કૂલ પાસે ટ્રાફિક પોઇન્ટ બનાવવા લોકમાગ

થાન9 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાન મ્યુનિસિપલ હાઇસ્કુલ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી અકસ્માત  નિવારવા ટ્રાફિક પોઇન્ટ મુકવા લોકમાંગ ઉઠી છે. - Divya Bhaskar
થાન મ્યુનિસિપલ હાઇસ્કુલ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી અકસ્માત નિવારવા ટ્રાફિક પોઇન્ટ મુકવા લોકમાંગ ઉઠી છે.
  • શાળાએ બાળકોના આવવા- છૂટવાના સમયે ટ્રાફિકમાં અકસ્માતનો ભય

થાન રેલ્વે ફાટક ઓવરબ્રીજના કામને લઇ લોકોને પરેશાની થઇ રહી છે.ત્યારે આ કામને લીધે થાનગઢ શહેરમાં આવેલી મ્યુનિસિપલ હાઇસ્કુલ પાસેથી અનેક ભારે અને નાના મોટા વાહન પસાર થાય છે.અહીં બાળકો અવરજવર કરતા હોવાથી ટ્રાફિક પોઇન્ટબનાવવા માંગ ઉઠી છે.

થાનગઢ મ્યુનિસિપલ હાઇસ્કુલની અંદરઅનેક વિદ્યાર્થીઓ અભયાસ કરવા આવે છે. નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હાઇસ્કુલ જે રોડ ઉપર આવેલી છે જ્યારે સ્કૂલની વિદ્યાર્થી છૂટે છે ત્યારે આ રસ્તા ઉપર મોટા પાયે ટ્રાફિક જાણ થાય છે ગમે ત્યારે મોટો એકસીડન્ટ ફઈ થવાની શક્યતા છે.

થાનગઢ ગામ માટે બે ફાટક આવેલો છે એક ફાટક ઉપર ઓવરબ્રિજનું કામ ઘણા સમયથી ગોકળગધીએ ચાલી રહ્યું છે.થાનગઢ માટે જીવા દોરી સમાન ધોળેશ્વર ફાટક એક જ છે જે ફાટક ઉપરથી રોજ 300 થી પણ વધારે સિરામિક ઉદ્યોગના બહાનો પસાર થાય છે રોજ 200 થી વધારે ફોરવીલર મોટા ટ્રકો પસાર થાય છે.

ત્યારે આ ફાટકે જવા માટે મ્યુનિસિપલ હાઈસ્કૂલ પાસેથી જ બધા વાહનો પસાર થાય છે .મ્યુનિસિપલ હાઇસ્કુલ ની અંદર 1000 થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. જ્યારે પણ નિશાળ છૂટવાનો ટાઈમ હોય છે ત્યારે ગમે ત્યારે મોટો એક્સિડન્ટ થવાનો ભય સતાવી રહ્યો છે ધ્યાનના પ્રજાની માંગણી છે એ વિકલ્પ રસ્તો કરવો અને ટ્રાફિક પોઇન્ટ ફરજિયાત બનાવવા લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...