તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તો બનાવવા માંગ:લાખામાચી-દેવળીયા પુલ બનાવ્યો પણ રસ્તો બનાવવાનું ભૂલી ગયા

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પુલ પર કપચીઓના લીધે લોકોને હાલાકી થઇ રહી છે. - Divya Bhaskar
પુલ પર કપચીઓના લીધે લોકોને હાલાકી થઇ રહી છે.
  • 5થી વધુ ગામના લોકો અહીંથી પસાર થતા હોવાથી યોગ્ય કરવા માંગ

થાનગઢનો લાખામાચી-દેવળીયા રોડ પર તંત્ર દ્વારા પુલ બનાવવામાં આવ્યો છે.પરંતુ પુલ બન્યાને છ માસ થવા છતા રસ્તો ન બનતા અને માત્ર કપચીઓ નાંખી સંતોષ માની લેતા રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આથી વહેલી તકે આ રસ્તો બનાવવા માંગ ઉઠી છે.

થાનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર વિકાસના કામો હાથ ધરે છે પરંતુ આ વિકાસના કામો ગોકળગાય ગતીએ કે પછી અધુરા રહેતા અંતે લોકોને હેરાનગતી થતી હોય છે.જેનો તાર્દશ નમુનો થાનના લાખામાચી-દેવળીયા રોડ પર બનાવાયેલો પુલ છે.આ પુલ તંત્ર દ્વારા લાખોના ખર્ચેઆશરે છ મહિના પહેલા બનાવાયો હતો. પરંતુ પુલ બનાવાયા બાદ તેના પરનો રસ્તો યોગ્ય ન બનાવતા હાલ કપચી અને ધુળ દેખાય છે.આમ અધુરા વિકાસના કામથી લોકો હાલાકી થઇ રહી છે. આ અંગે દેવળીયા સરપંચ ભુપતભાઇ ડાભી, અને ગામના બચુભાઇ ડાભીએ જણાવ્યુ કે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવે તો આ પુલના લીધે પાંચ ગામના હજારો લોકોને પસાર થવામાં રાહત રહે છે. પરંતુ હાલ આ રસ્તા પર કપચીઓના કારણે વાહન સ્લીપ થવાનો ભય રહે છે.આથી લોકહીતમાં વહેલીતકે રસ્તો બનાવવા માંગ છે.આ અંગે પીડબલ્યુડીના રાઠોડભાઇએ જણાવ્યુ કે આઅંગે તપાસ કરી યોગ્ય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...