પેન્શનનો લાભ મળશે:વિજળીયા ગામે વિધવાઓ અને વૃદ્ધોને પેન્શનના પ્રમાણ પત્રો અપાયા

થાન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 80 વિધવા મહિલાઓને 1250 અને 50 વૃદ્ધ મહિલાઓને 750નું માસિક પેન્શન મળશે, મહિલાઓએ આભાર માન્યો

થાનગઢના વિજળીયા ગામે દશેરાના દિવસે વિધવા અને વૃધ્ધ સહાયના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 80 વિધવા મહિલાઓ અને 50 વૃધ્ધ મહિલાઓને પેન્શનના પ્રમાણ પત્રો અપાતા ભાવુક થઇ ગયા હતા.આથી તેઓને દર મહિને પેન્શનનો લાભ મળશે.

થાનગઢ તાલુકાના વિજળીયા ગામે દશેરાના શુભ દિવસની અનોખી ઉજવણી કરાઇ હતી. સામાન્યપરંપરા મુજબ જલેબી અને ફાફડા વહેંચીને ઉત્સવ મનાવતા હોય છે. વિજળીયા ગામે શુક્રવાર દશેરાના શુભ દિવસે વિધવા બહેનો માતાઓ અને વૃદ્ધોને સરકાર દ્વારા અપાતા પેન્શનના પ્રમાણ પત્રોનો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધુસાભાઇ ઝાલાએ મામલતદાર કચેરીથી અપાતા ઓરીજનલ હુકમનો લેમીનેશન સાથે 80 વિધવા સહાયના અને 50 વૃધ્ધ સહાયના પેન્શનના પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. આથી વિધવા મહિલાઓને 1250 અને વૃધ્ધ મહિલા 750નું માસીક પેન્શન મળશે.આ પ્રસંગે તાલુકા મામલતદાર હેમંતસિં!મકવાણા, તાલુકા વિકાસ અધિકારી કૌશીકભાઇ પરમાર, વિજળીયા સરપંચ સતાભાઇ ઝાલા, તલાટી જે.ડી.મકવાણા, જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી કંચનબેન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રમાણપત્રમેળવનાર જરૂરીયાત મંદ મહિલાઓએ અમોને જીવન જીવીએ ત્યાં સુધીનો સહારો મળે તેવી સુવિધા બદલ સરકાર અને તંત્રનો આભાર માનતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...