તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહીશો મજબૂર:થાનની જીવનદીપ સોસાયટીમાં ઉનાળા બાદ ચોમાસામાં પણ પાણીની પારાયણ

થાન20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજના 3 ટેન્કર સ્વખર્ચે મગાવવા માટે વિસ્તારના રહીશો મજબૂર

થાનગઢના છેવાડાના વિસ્તારમાં આવેલી જીવનદીપ સોસાયટીમાં નળ કનેક્શનના અભાવે પાણીની સમસ્યા સર્જાઇ છે.આથી રહીશોને એકાંતરે સ્વખર્ચે ટેન્કરથી પાણી મંગાવવા મજબુર થવુ પડેછે. આથી રોષની લાગણી ફેલાતા તાત્કાલીક પાણી વિતરણની વ્યવસ્થા કરાવવા માંગ ઉઠી છે.

થાનગઢ શહેર વિસ્તાર વધતા ગામના છેવાડાની સોસાયટીઓ બની છે પરંતુ પ્રાથમિક સુવિધાના અભાવે આ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે શહેરના વોર્ડનં1માં આવેલી સોસાયટીમાં છેલ્લા 35 વર્ષથી નળ કનેક્શન ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સોસાયટીમાં 25થી વધુ મકાનોમાં મજુર વર્ગના લોકો વસે છે. પરંતુ પાણી વિતરણના અભાવે એકાંતરે એક ટેન્કરના 500 લેખે પૈસા ખર્ચી સ્વખર્ચે પાણીની વ્યવસ્થા કરવા મજબુર થવુ પડ્યુ છે.

આ અંગે આરટીઆઇ એક્ટીવીસ્ટ કૃષ્ણપાલસિંહ ઝાલા, વાઘજીભાઇ ધરજીયા, અશોકભાઇ પ્રજાપતિ, દેવેન્દ્રસિંહ ઝાલા, નારણભાઇ સાગઠીયાએ જણાવ્યુ કે અમારા વિસ્તારમાં 500 મીટર આગળ જોઇએ એટલુ પાણી મળે છે પરંતુ અમારી સોસાયટીમાં પાણીના કનેક્શન પણ નથીઅમે પણ મત આપી એ છીએ છતા સુવિધા ન આપી અમારી સાથે વ્હાલાદવલા કરી ઓરમાયુ વર્તન કરવામાં આવે છે. અમોએ ધોળેશ્વર ફાટક સુર્યાચોકના ઉદઘાટન પ્રસંગે આવેલા પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને આ પાણીની સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.

35 વર્ષથી પાણી ન આવતા અહીંના લોકોને પરેશાની થાય છે આથી સમસ્યાનું સમાધાન કરવા માંગ કરી હતી.જો તેમ નહીં કરાય તો ઉગ્રઆંદોલનની ચીમકી આપી હતી. આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયાએ જણાવ્યુકે આ અંગે તપાસ કરવામાં આવશે અને વિસ્તારમાં પાણીની લાઇન નાંખી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...