અકસ્માતનો ભય:થાન શાકમાર્કેટમાં રખડતાં ઢોરના ત્રાસથી હાલાકી

થાન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાની વચ્ચે બેસી રહેતાં અકસ્માતનો ભય: પાલિકામાં રજૂઆત છતાં કાર્યવાહી થતી નથી

થાનગઢની શાકમાર્કેટમાં રખડતા ઢોરનો અડીંગો રહેતો હોવાથી રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રસ્તાની વચ્ચે બેસી રહેતા વાહનચાલકોને અકસ્માતનો અને રાહદારીને અડફેટે લેવાનો ભય રહે છે. આથી પાલિકા કાર્યવાહી કરવા માગ ઊઠી છે.

થાનગઢ શહેર એ ઔદ્યોગિક શહેર છે. છતાં અહીં રખડતા ઢોર અને અવ્યવસ્થાના કારણે ગામડું ભાસી રહે છે. થાનમાં શહેરના મુખ્યમાર્ગો, શાકમાર્કેટ સહિતના સ્થળોએ રખડતા ઢોરનો ત્રાસ રહેતો હોવાથી રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે. આથી ઢોરને પકડવા માટે કાર્યવાહીની લોકમાગ ઊઠી છે.

આ અંગે સ્થાનિક પ્રતાપભાઇ ભટ્ટ, વિપુલભાઇ વ્યાસે જણાવ્યું કે શહેરના મુખ્યમાર્ગ પર ઢોર બેસી રહેતા હોવાથી સાંકળા રસ્તાઓ નાના થઇ જતા વાહનચાલકો પસાર થવામાં મુશ્કેલી થાય છે. જ્યારે પાલિકા પાસે આવેલી શાકમાર્કેટમાં વસ્તુ ખરીદી પસાર થતા લોકો પર ઢોર હુમલા કરવાનો પણ ભય રહે છે. આ અંગે પાલિકામાં અગાઉ રજૂઆત છતાં કાર્યવાહી થઇ નથી. આથી વહેલી તકે પાલિકા આ સમસ્યા નિરાકરણ લાવે તેવી માગ છે. આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડિયાએ જણાવ્યું કે ઢોર પકડવા ટૂંક સમયમાં વ્યવસ્થા કરાશે.

વઢવાણ-કોઠારિયા હાઇ-વે પર રાત્રિના સમયે પશુઓનો અડીંગો
વઢવાણ શહેરથી કોઠારિયા તેમજ લખતર તરફ જવા માટે હાઇ-વે રસ્તો પસાર થાય છે. ત્યારે ગેબનશાપીરથી એકતા સોસાયટી આગળ હાઇ-વે રસ્તા પર છેલ્લા ઘણા દિવસોથી પશુઓની સંખ્યા વધી રહી છે. તેમાંય રાત્રિના સમયે રસ્તા વચ્ચોવચ્ચ જ પશુઓ એકઠા થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે કાનજીભાઈ રાજપૂત સહિતનાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરથી લખતર, વિરમગામ અને અમદાવાદ તરફનો આ હાઇ-વે રસ્તો છે. રાત્રિના સમયે રસ્તા પર પશુઓના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...