મહિનાઓની વાર હોવા છતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રપાણીે ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજવાની સાથે પોતાનો પાયો મજબૂત કરવાનું શરૂ કર્યું હોય તેવું થાનગઢ ખાતે ગેબીનાથ જગ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં જોવા મળ્યું હતું. બેઠકમાં વિવિધ સમસ્યાઓની ચર્ચા કરવા ઉપરાંત તેમના કાર્યકાળમાં સૌરાષ્ટ્રના પ્રશ્નોનું નિરાકરણ આવતું હતું તેવું અત્યારે ન આવતું હોવાનું કાર્યકરો કહ્યું હતું.
થાનગઢ મુકામે ગેબીનાથ જગ્યાની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભ રૂપાણીએ થાનગઢ નગરના પાર્ટીના કાર્યકરો નગરપાલિકા પ્રમુખ લીના બેન ડોડિયા ઘરે સંગઠન સાથે મિટિંગનું આયોજન કરેલ હતું. થાનની સમસ્યામાં બાયપાસ રિંગ રોડ, ઓવરબ્રિજ, સિરામિક ઉદ્યોગકારોને પરેશાનીના પ્રશ્ન રજૂ થયા હતા.
આ બેઠકમાં નગરપાલિકાના લાલાભાઇ અલગોતર, જિલ્લા મંત્રી કરસનભાઈ સભાડ,નગરપાલિકા સભ્ય લક્ષ્મણ અલગોતર નગરપાલિકા સભ્યો વિજય ભાઈ અણદા, થાન ભાજપમાં મંત્રી ભૂપતભાઈ શાહ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.