નિયમોમાં બદલાવ:મરણ પ્રસંગોમાં મૃત્યુ ભોજન જેવી પ્રથા બંધ કરાવવા આહ્્વાન કરાયું

થાન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થાનગઢમાં કોળી સમાજની બેઠમાં રૂઢિચુસ્ત નિયમોમાં બદલાવના મુદ્દે ચર્ચા
  • સમાજના યુવાનોમાં અભ્યાસ અને એકતા વધે તે માટે પ્રયાસો કરાશે

થાનગઢમાં કોળી સમાજના આગેવાનોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સમાજના વિવિધ રૂઠી ચુસ્ત નિયમોમાં બદલાવ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.જ્યારે મૃત્યુ પ્રસંગોમાં મૃત્યુ ભોજન જેવી પ્રથા બંધ કરાવવા અને યુવાનોને સંગઠીત કરવા અને શિક્ષણ આપવા આહવાન કરાયુ હતુ.

થાનગઢમાં તાજેતરમાં કોળી સમાજ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સમાજમાં વ્યાપેલા જુની રૂઢિચુસ્ત સમાજના નિયમોમાં બદલાવ લાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં બળુભાઇ ખમાણી, કાળુભાઇ કભેજળીયા, વિજરજીભાઇ ડાભી, ચતુરભાઇ ધરજીયા, શંકરભાઇ નાકીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં હાલના સમયમાં દિવસેને દિવસે તમામ સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે.ત્યારે કોળી સમાજની અંદર જુના રૂઢિચુસ્ત સમાજ ના નિયમ બદલાવ આ બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

જેમકે મરણ બાદ કે મૃત્યુ ભોજન અંદર ખર્ચ કરવામાં આવે છે એ બંધ કરવા અને ગામડાઓમાં જ્યારે મરણ થાય છે ત્યારે કામ ઉપર જતા મજૂર હોય ક્યાં રહેવાનું હોય ચાર ચાર પાંચ દિવસ રજા રાખીને હાજરી દેવી પડે છે ઘણા લોકો રોજીરોટી પાડીને હાજરી દેવી પડે છે તેમ ફેરફાર કરવા ચર્ચા કરાઇ હતી.જ્યારે સમાજના યુવાનોમાં અભ્યાસ વધે અને એકતા જાળવવા સંગઠીત થાય માટે પ્રયાસ કરવા આહવાન કરાયુ હતુ.આ ઉપરાંત આગામી માધાતા પ્રાગટ્ય દિને ભવ્ય રેલી અંગે ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...