તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢાંકપીછોડો:ગેરકાયેદે ખોદકામ પકડાયું પણ 24 કલાકેય ખોદકામ કરાવનારા ન પકડાયા

થાનએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • થાનના ભરૂડી વિસ્તારમાંથી 70 લાખની મતા ઝડપાઇ હતી
 • સરવે નંબરના આધારે જમીન માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી, 1 વ્યક્તિનું નામ તંત્રને મળ્યું : મામલતદાર

થાનના રૂપાવટી રોડ પર સ્થાનિક તંત્ર અને ખાણખનીજ વિભાગને અંધારામાં રાખી ચોટીલા એસડીએમ સહીતની ટીમે દરોડો કરી કાર્બોસેલનું ગેરકાયદેસર ખોદકામ ઝડપી પાડ્યું હતું. જેમાં કુલ રૂપિયા 70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો તંત્રએ દરોડો કર્યાના 24 કલાક બાદ પણ હજુ સુધી કોઇ ગેરકાયદેસર ખોદકામ કરવા મામલે કોઇ શખ્સોના નામ ન ખુલતા તંત્ર કુલડીમાં ગોળ ભાંગી મોટા માથાને બચાવવા ઢાંકપીછોડો કરતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

થાનના રૂપાવટી રોડ પર આવેલ ભરૂડી વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા કાર્બોસેલના ખોદકામ પર ચોટીલા એસડીએમ અને થાન મામલતદાર સહીતની ટીમે દરોડો કર્યો હતો. જેમાં 25 ચરખી, 5 ટ્રેક્ટર અને કાર્બોસેલના જથ્થા સહીત કુલ રૂપિયા 70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે તંત્ર દ્વારા હાલ બિનવારસી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી રહી છે જ્યારે બનાવ બન્યાના 24 કલાક બાદ પણ આટલી મોટી માત્રામાં જથ્થો પકડાયો હોવા છતાં કોઇ પણ આરોપીના નામ ન ખુલતા આ મુદ્દો શહેરમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

સ્થાનિક તંત્ર અને ખાણખનીજ વિભાગને અંધારામાં રાખી આ દરોડો કરવામાં આવ્યો હોય ગેરકાયદેસર ખોદકામ કરનાર શખ્સોના નામ મુદ્દે તંત્ર દ્વારા ઢાંકપીછોડો કરવામાં આોવતો હોવાની અને મોટા માથાઓને બચાવવના પ્રયાસો કરવામાં આવતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ત્યારે આ મુદ્દે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે થાન મામલતદાર એસ.વી.ચૌધરીએ જણાવ્યું કે આસપાસના સર્વે નંબરના આધારે તપાસની કામગીરી ચાલુ છે જેમાં એક વ્યક્તિની માલિકની જમીનમાં ખોદકામ થતું હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે આ અંગે તપાસ કરી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો