તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PGVCLના દરોડા:રાવરાણી જ્યોતિગ્રામ ફિડરના ટીસીમાં ગેરકાયદે કનેક્શન ઝડપાયું

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થાનગઢના ખાખરાળીમાં પીજીવીસીએલે દરોડા કરી ગેરકાયદે કનેક્શન ઝડપી દંડ ફટકાર્યો. - Divya Bhaskar
થાનગઢના ખાખરાળીમાં પીજીવીસીએલે દરોડા કરી ગેરકાયદે કનેક્શન ઝડપી દંડ ફટકાર્યો.
  • થાનના ખાખરાળીમાં PGVCLના દરોડા, 20 લાખનો દંડ

થાનગઢના ખાખરાળી વિસ્તારમાં પીજીવીસીએલ ટીમે દરોડા કર્યા હતા. જ્યાં જ્યોતિગ્રામ ફિડરના ટીસીમાં ગેરકાયદે ડાયરેક્ટ કનેક્શન લઇ કોલસાની ખાણમાં વપરાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી 200 કેવીનું ટીસી પકડી પાડી 20 લાખનો દંડ ફટકાર્યો હતો.

થાનગઢ વિસ્તારમાં ખનીજ તત્ત્વો મળી આવતા હોવાથી ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી પૈસા રળતા હોવાની બૂમરાડો ઊઠી છે. થાન તાલુકામાં ગેરકાયદે કનેક્શનો લેવાતા હોવાની બાતમીના આધારે થાન પીજીવીસીએલના એન્જિનિયર દૂધરેજિયા, મિસ્ત્રી અને વોરાભાઇએ ખાખરાળી ગામે દરોડા કર્યા હતા.

જ્યાં તપાસ કરતા રાવરાણી જ્યોતિગ્રામ ફિડરની અંદર ટીસીમાં ડાયરેક્ટ કનેક્શન લેવામાં આવ્યા હતા. આ કનેક્શન ગેરકાયદે કોલસાના વેપલામાં ઉપયોગમાં લેવાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી 200 કેવીનું ટીસી પકડી પાડવામાં આવ્યું અને 20 લાખથી વધારેનો દંડ ફટકારવામાં આવ્યો હતો. થાન તાલુકામાં આવા ગેરકાયદે કનેક્શનો અને ભૂમાફિયાઓ સામે પોલીસ અને મામલતદાર કાયદેસર કાર્યવાહી કરે તેવી લોક માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...