તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વીજળીયામાં બાળકોની બબાલમાં જૂથ અથડામણ

થાન2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા
 • મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નહોતી બનાવને લઇ ગામમાં પોલીસ કાફલો ખડકાયો

થાનના વીજળીયા બે જ્ઞાતિના બાળકો વચ્ચે બોલાચાલી બાદ એક જ્ઞાતિનું ટોળુ એકઠુ થઇ ગયું હતું. તે દરમિયાન બીજી જ્ઞાતિના બે શખ્સો ત્યાંથી પસાર થતાં તેમના પર હુમલો કરાતાં બંનેને ઇજા પહોંચી હતી. ઉપરાંત અન્ય 1ને પણ ઇજા થઇ હતી જો કે મોડી સાંજ સુધી કોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ ન હતી.

વીજળીયા ગામમાં બે જ્ઞાતિના બાળકો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જે અંગે બાળકોએ ઘરે આવી પરિવારજનોને જાણ કરતા એક જ્ઞાતિના 500 થી વધુ લોકો એકઠા થઇ ગયા હતા. તે દરમિયાન જ બીજી જ્ઞાતિના બે શખ્સો ત્યાંથી પસાર થતાં ટોળામાંથી અમુક શખ્સોએ તેમની પર હુમલો કરી દેતા બન્ને શખ્સોને ઇજા થતાં સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. જ્યારે આ બન્ને શખ્સો ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ ઇજા થઇ હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.

થાન પંથકમાં બે જ્ઞાતિ વચ્ચે ઝઘડાના કારણે અગાઉ અનેકવાર મોટા ઝઘડા થયા છે જેને લઇને પોલીસને આ બનાવ અંગેની જાણ થતાં તુરંત જ પોલીસ કાફલો વીજળીયા ગામે દોડી આવ્યો હતો. અને ગામમાં બીજો કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. ગામમાં પેટ્રોલીંગ હાથ ધરી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો